મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર એકસાથે 5 વાહનો વચ્ચે ટક્કર સર્જાઇ
- બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં નાસભાગ
- પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો
- અકસ્માત મોટો હોવાછતાં સદનસીબે કોઇ જાનહાનિ ન થઇ
અમદાવાદ-મુંબઇ હાઇવે પર બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એકસાથે 5 વાહનો વચ્ચે ટક્કર સર્જાઇ હતી. જેમાં બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં નાસભાગ મચી ગઇ હતી.
હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
પાંચ વાહનો એકપછી એક ટકરાતા નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફીક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને ક્રેઇનની મદદથી વાહનો ખસેડવાની ફરજ પડી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી.
પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો
સુરત નજીકથી પસાર થતાં મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે અવાર-નવાર અકસ્માતોની ઘટનાઓ દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં માંગરોળના ધામડોદ પાસે એકસાથે પાંચ વાહનો ધડકાભેર અથડાતા મોટો અકસ્માત સજાર્યો હતો. જેમાં બે ટ્રક અને ત્રણ કારનો સમાવેશ થાય છે. આ અકસ્માતના પગલે દોડધામ મચી ગયો હતી અને આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું. પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
અકસ્માત મોટો હોવાછતાં સદનસીબે કોઇ જાનહાનિ ન થઇ
અકસ્માતના બનાવની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પાંચ વાહનો ધડાકાભેર અથડાતા તેમને છૂટા પાડવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. જોકે અકસ્માત મોટો હોવાછતાં સદનસીબે કોઇ જાનહાનિ ન થઇ.
આ પણ વાંચો: ગુજરાત: મહેસાણા અર્બન કો.બેકની ગાંધીધામ બ્રાંચમાં કરોડોની ઠગાઇ