ઉત્તર ગુજરાતગુજરાત

જીવદયા પ્રેમીઓ દ્વારા પાલનપુર પાસેથી 1300 થી વધું ઘેટાં-બકરાં ભરેલી 5 ટ્રકો ઝડપી પાડી

Text To Speech
  • શરદપૂર્ણિમાના દિવસે કતલખાને લઈ જતા બચાવાયા
  • કુલ 1378 ઘેટાં-બકરાં ભરેલી ટ્રકો ઝડપાઈ

પાલનપુર : પાલનપુરથી અમદાવાદ પશુઓ ભરેલી પાંચ ટ્રકોને જીવદયા પ્રેમીઓ દ્વારા રોકાવી ટ્રકમાં તપાસ કરતા 1378 પશુઓ ખીચો-ખીચ ઘેટાં-બકરાં ભરેલા મળી આવ્યા હતા. જેથી ગેરકાયદેસર રીતે ટ્રકમાં પશુઓને લઈ રહેલા 5 ટ્રક ચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જ્યારે પશુઓને બચાવી ડીસાની કાંટની જલારામ ગૌ શાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

પાલનપુર-humdekhengenewsવધું જાણવા મળ્યું છે કે, લાખણી ગામના દિનેશભાઈ અમરાભાઇ રાઠોડ અને ઝેરડા ના મનુભાઈ વાઘેલા ઈકબાલગઢથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા. ત્યારે 5 ટ્રકો તેમના વાહન આગળ જઈ રહી હતી.

આ પણ વાંચો : PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી માટે ગુજરાત AAP વડાને નોટિસ, 13 ઓક્ટોબરે હાજર થવા ફરમાન

જેમાં પશુઓ ભરેલા હોવાની તેમને શંકા ગઈ હતી. જેથી તેમને જીવદયા પ્રેમીઓને તેમજ પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન પાલનપુરની એક હોટલ પાસે ટ્રકો રોકાવીને તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાતા હોવાનું જાણવા મળ્યું હતું.પાલનપુર-humdekhengenews21થી વધું પશુઓનાં મોત નિપજયા

જેથી પાંચેય ટ્રકોમાંથી રૂ. 34 લાખ 45 હજારની કિંમતના 1378 પશુઓને બચાવી લેવાયા હતા. અને ડીસા- કાંટની જલારામ ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે આ 5 ટ્રકોમાં ખીચો-ખીચ ભરેલા પશુઓના કારણે 21 થી વધુ પશુઓના મોત નિપજયા હતા. આ અંગે દિનેશભાઈ રાઠોડ એ ટ્રકના પાંચે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોની સામે ફરિયાદ નોંધાઇ

1. મુનિરભાઈ ઇમામભાઈ શેખ ( રહેવાસી- ચાંદેસર )
2. અમીરુદ્દીન મયુદ્દીન નાગોરી ( રહેવાસી- વાધણા )
3. નાસીરખાન મિસરીખાન સિપાઈ ( રહેવાસી -વાધણા )
4.  ટ્રક ચાલકની ધરપકડ
5. અરશદભાઈ ઈદ્રિશભાઈ મિર્ઝા ( રહેવાસી- વાધણા )

Back to top button