સુરતમાં રામ મંદિરની થીમ પર 5 હજાર હીરા, 2 કિલો ચાંદીનો નેકલેસ બનાવવામાં આવ્યો
- 35 દિવસમાં 40 કારીગરોએ રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો
- નેકલેસ કોમર્શિયલ હેતુથી નહીં, પણ રામ મંદિરને ગિફ્ટ કરવા બનાવ્યો :વેપારી
સુરત, 19 ડિસેમ્બર : 22 ડિસેમ્બર 2024એ દેશ માટે ખાસ દિવસ છે. આ દિવસે અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. આ દરમિયાન ગુજરાતના સુરતમાં એક હીરાના વેપારીએ રામ મંદિરની થીમ પર 5 હજાર અમેરિકન હીરાનો ઉપયોગ કરીને 2 કિલો ચાંદીનો નેકલેસ બનાવ્યો છે. આ નેકલેસને 35 દિવસમાં 40 કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હીરાના વેપારીનું કહેવું છે કે, તેણે આ નેકલેસ કોઈ કોમર્શિયલ હેતુ માટે નહીં પરંતુ આ નેકલેસને વેપારી અયોધ્યા રામ મંદિરને ગિફ્ટ કરવા માંગે છે.
#WATCH | Gujarat: A diamond necklace has been made on the theme of Ram temple in Surat. 5,000 American diamonds have been used in this entire design.
The diamond necklace is made of 2 kg silver, 40 artisans completed this design in 35 days.
The diamond merchant said, “It is… pic.twitter.com/sf7jGmq1b5
— ANI (@ANI) December 19, 2023
#WATCH | Surat, Gujarat: Director of Rasesh Jewels, Kaushik Kakadiya says, “More than 5000 American diamonds have been used. It is made of 2Kg silver. We were inspired by the newly built Ram Temple in Ayodhya. This is not for any commercial purpose… We want to gift it to the… pic.twitter.com/hpvsB9aRgH
— ANI (@ANI) December 18, 2023
ગળામાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ
સુરતમાં રામ મંદિરની થીમ પર બનેલા આ નેકલેસમાં ભગવાન રામ અને માતા સીતા ઉપરાંત લક્ષ્મણની મૂર્તિ છે. આ સાથે જ નેકલેસમાં ભગવાન હનુમાનની મૂર્તિ પણ છે. નેકલેસની આસપાસ બારહસિંઘાનો આકાર પણ બનાવવામાં આવ્યો છે. હીરાના વેપારીનું કહેવું છે કે, તેણે આ નેકલેસ કોઈ કોમર્શિયલ હેતુ માટે નહીં પરંતુ રામ મંદિરને ગિફ્ટ કરવા માટે બનાવ્યો છે.
35 દિવસમાં 40 કારીગરોએ 5 હજાર હીરા-2 કિલો ચાંદીનો નેકલેસ બનાવ્યો
રામ મંદિરની થીમ પર બનેલા આ નેકલેસને બનાવવા માટે 40 કારીગરોએ મહેનત કરીને 35 દિવસમાં તૈયાર કર્યો છે. નેકલેસ બનાવ્યા પછી, તે ખૂબ જ સુંદર લાગે છે. આ સમગ્ર નેકલેસની ડિઝાઇનમાં 5 હજાર અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હીરાનો આ હાર 2 કિલો ચાંદીનો બનેલો છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. આ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ પણ જુઓ :સચિન અને વિરાટને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું આમંત્રણ