- આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટમાં આઠ લાખ કરતા વધુ યુવાનોનું આર્થિક શોષણ
- વિવિધ ભરતીના નામે સરકારે કરોડો રૂપિયાના ફોર્મ ફી પેટે વસુલ્યા
- યુનિવર્સિટીમાં 45 ટકાથી વધુ પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે
ગુજરાતમાં આઉટ સોર્સિંગ-કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં 5 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. તેમજ 8 લાખથી વધુ યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. તથા ભરતી પરીક્ષામાં સતત પેપર ફૂટવાની સાથે ગેરરીતિની બોલબાલા છે. જેવા ગુજરાત કોંગ્રેસે આ ગંભીર આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ આજે ગુજકેટની પરીક્ષા આપી
આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટમાં આઠ લાખ કરતા વધુ યુવાનોનું આર્થિક શોષણ
ગુજરાતમાં વર્ષ 1990ની વસતિ આધારે વહીવટી માળખામાં મહેમ મંજૂર કરાયું હતું. પરંતુ વર્ષ 2023માં 6.5 કરોડ જનસંખ્યાની જરૂરિયાત પ્રમાણે દસ લાખ કરતા વધુ મહેકમમાં ખાલી જગ્યાઓ છે, રાજ્યમાં આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટમાં આઠ લાખ કરતા વધુ યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારના શાસનમાં આઉટ સોર્સિંગ-કોન્ટ્રાક્ટ- રોજમદાર સહિતના સરકારી શોષણ પદ્ધતિમાં પાંચ હજાર કરોડ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર કરીને આઉટ સોર્સિંગ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો 40થી 55 ટકા નાણાં ચુકવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે આ ગંભીર આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: વેપારીઓને રાહત, GST વાર્ષિક રિટર્ન આ તારીખ સુધી ફાઇલ કરી શકાશે
વિવિધ ભરતીના નામે સરકારે કરોડો રૂપિયાના ફોર્મ ફી પેટે વસુલ્યા
વિવિધ ભરતીના નામે સરકારે કરોડો રૂપિયાના ફોર્મ ફી પેટે બેરોજગાર યુવાનો પાસેથી છેલ્લા આઠ વર્ષમાં વસૂલી લીધા પણ મોટા ભાગની ભરતી પરીક્ષા યોજાઈ નથી, જે પરીક્ષા યોજાઈ છે તેમાં પરિણામ બાકી છે. ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં સતત પેપર ફૂટવા સહિતની ભરતી પરીક્ષાઓમાં અનેક પ્રકારની ગેરરીતિ સામે આવી છે.
આ પણ વાંચો: રાજયભરમાં ભરઉનાળે મેઘરાજાનું આગમન થતા આ વસ્તુઓના ભાવમાં ઉછાળો આવ્યો
ગુજરાતમાં શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વિવિધ વિભાગોમાં 32 હજારથી વધુ શિક્ષકો, આચાર્યો સહિતની જગ્યાઓ ખાલી છે, ઉચ્ચ શિક્ષણમાં સરકારી અને ગ્રાન્ટેડમાં 55 ટકા પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે, યુનિવર્સિટીમાં 45 ટકાથી વધુ પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે, તેમ જ 65 ટકા લેબોરેટરી સપોર્ટરની જગ્યાઓ ખાલી છે. ટેકનિકલ શિક્ષણમાં પણ 45 ટકા અધ્યાપકો, ડિપ્લોમા ઈજનેરીમાં 50 ટકા અધ્યાપકોની જગ્યા ખાલી છે. ડિગ્રી ડિપ્લોમા કોલેજમાં લેબોરેટરી, વર્કશોપમાં 65 ટકા જગ્યાઓ ખાલી છે.