ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા સીએ ફાઈનલ અને ઈન્ટરમિડીયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સીએ ફાઈનલમાં અમદાવાદના 5 વિદ્યાર્થીને દેશના ટોપ-50માં સ્થાન મળ્યું છે. તેમજ અમદાવાદનુ ફાઈનલનું પરિણામ 15.39 ટકા છે. તેમજ દેશની સરખામણીએ અમદાવાદનું પરિણામ 4.3 ટકા ઊંચુ છે. તેમજ સીએ ફાઈનલ અને ઈન્ટરમિડીયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમૂલમાંથી હકાલપટ્ટી બાદ ડૉ. સોઢીની મુશ્કેલીઓ વધશે, જાણો શું છે કારણ
નવી દિલ્હીનો હર્ષ ચૌધરી દેશમાં પ્રથમ ક્રમે આવ્યો
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર-2022માં લેવાયેલી સીએ ફાઈનલમાં આખા દેશમાથી કુલ 29,242 વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાથી 3,243 વિદ્યાર્થી પાસ જાહેર થયાં છે. નવી દિલ્હીનો હર્ષ ચૌધરી નામનો વિદ્યાર્થી 800માથી 618 માક્સ મેળવી દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે.\
આ પણ વાંચો: 2023-24માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમની થશે “દિયા તલે અંધેરા” જેવી સ્થિતિ
અમદાવાદના કુલ 5 વિદ્યાર્થીઓએ દેશના ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કર્યું
ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા સીએ ફાઈનલ અને ઈન્ટરમિડીયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. ICAI દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ અમદાવાદ ચેપ્ટરનું ફાઈનલનું પરિણામ 15.39 ટકા આવ્યું છે જ્યારે ઈન્ટરમિડીયેટનું 20 ટકા આવ્યું છે. સીએ ફાઈનલમાં આ વખતે અમદાવાદના કુલ 5 વિદ્યાર્થીઓએ દેશના ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં એક વિદ્યાર્થી દેશમનાં 4થા ક્રમે આવ્યો છે.
ઈન્ટરમિડીયેટમાં અમદાવાદના 6 વિદ્યાર્થીઓએ ટોપ-5માં રેન્ક
ઈન્ટરમિડીયેટમાં અમદાવાદના 6 વિદ્યાર્થીઓએ ટોપ-5માં રેન્ક મેળવ્યો છે. ગત નવેમ્બર-2022માં લેવાયેલી સીએ ફાઈનલનું બંને ગ્રુપોનું દેશનું પરિણામ 11.09 ટકા આવ્યુ છે, જ્યારે ગ્રુપ-1નું 21.39 ટકા અને ગ્રુપ-2નું 18.61 ટકા પરિણામ આવ્યું છે. જેની સરખામણીએ અમદાવાદનું બંને ગ્રુપનું પરિણામ 4.3 ટકા વધુ આવ્યુ છે. આવી જ રીતે ઈન્ટરમિડીયેટનું બંને ગ્રુપનું દેશનું પરિણામ 12.72 ટકા આવ્યુ છે જ્યારે ગ્રુપ-1નું 21.19 ટકા અને ગ્રુપ-2નું 24.44 ટકા આવ્યું છે. જેની સામે અમદાવાદનું પરિણામ 7.28 ટકા વધુ આવ્યું છે.