ટ્રેન્ડિંગનેશનલ

આસામમાં 2.5 કરોડની કિંમતનું હેરોઈન સાથે 5 દાણચોરોની ધરપકડ

Text To Speech
  • પોલીસે આંતરરાજ્ય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો
  • બે મહિલાઓ સહિત પાંચ લોકોની ઝડપી પાડ્યા
  • અલગ-અલગ ઑપરેશનમાં કરાઈ કાર્યવાહી

ગુવાહાટી: આસામ પોલીસે આંતરરાજ્ય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે મહિલા સહિત પાંચ તસ્કરોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી આશરે 2.5 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. માહિતી આપતાં ગુવાહાટી પોલીસ કમિશનર દિગંત બારહે જણાવ્યું કે શનિવારે રાત્રે શહેરમાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ બે મહિલાઓ સહિત પાંચ લોકોની ઝડપી પાડ્યા છે.

ગુવાહાટી પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, પ્રથમ ઑપરેશનમાં મણિપુરના ત્રણ ડ્રગ સ્મગલરની ધરપકડ કરાઈ છે. જ્યારે બાદમાં બે દાણચોરોને ઇમ્ફાલ પશ્ચિમમાંથી અને સેનાપતિ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. દિગંત બારહે કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન તેમની ટીમે હેરોઈનથી ભરેલા 24 બોક્સ રિકવર કર્યા. જેનું વજન લગભગ 280 ગ્રામ હતું. તેની પૂછપરછ ચાલુ છે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરાશે.

ગુવાહાટી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી 

અન્ય એક કેસમાં ગુવાહાટી પોલીસે પશ્ચિમ જિલ્લામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે તે મણિપુરની બે મહિલા ડ્રગ સ્મગલર્સ પાસેથી હેરોઈનના પેકેટ ખરીદવા આવ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની મદદથી પોલીસે એક હોટલમાંથી મહિલાઓને પકડી પાડી હતી અને તલાશી દરમિયાન તેમની પાસેથી હેરોઈનના પેકેટ અને 22,400 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જો કે, પોલીસે આ મામલે વધુ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: રાજસ્થાનથી અમદાવાદ આવતી લકઝરી બસમાંથી લાખો રૂપિયાની કિંમતનું હેરોઈન ઝડપાયું

Back to top button