શું તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો? ગાયનેકોલોજિસ્ટ પૂછે આ સવાલ તો શરમાશો નહી, જુઠ પડશે ભારે
જાતીય સ્વાસ્થ્ય જાળવવા માટે દરેક સ્ત્રીએ સ્ત્રીરોગચિકિત્સકની મુલાકાત લેવી અને તેનું નિયમિત ચેકઅપ કરાવવું મહત્વપૂર્ણ છે. પરંતુ એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ તેમના જાતીય સ્વાસ્થ્ય વિશે જણાવવામાં શરમાતી હોય છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે ગાયનેકોલોજિસ્ટ સાથે ખુલીને વાત ન કરવી તમારા માટે ઘણી વખત મોંઘી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ગાયનેકોલોજિસ્ટ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો કોઈપણ સંકોચ વિના આપવા જરૂરી છે. ચેકઅપ દરમિયાન ગાયનેકોલોજિસ્ટ તમને તમારા જાતીય સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછી શકે છે. ત્યારે આવો જાણીએ એવા સવાલો વિશે જેના જવાબ તમારે અચકાયા વિના આપવા જોઈએ
શું તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો?
જો કે ડૉક્ટરનો આ પ્રશ્ન તમને વાહિયાત લાગશે. પરંતુ આ સવાલના જવાબના આધારે ડોક્ટરો નક્કી કરે છે કે તમારે કયા ટેસ્ટ કરાવવાના રહેશે. ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર તમે ડૉક્ટર સાથે જે માહિતી શેર કરો છો તે મુજબ તમારી કાળજી લેવામાં આવે છે.
કેટલા સેક્યુઅલ પાર્ટનર છે?
આ પ્રશ્નનો જવાબ આપવામાં મહિલાઓ ઘણીવાર અચકાતી હોય છે. જો તમે છેલ્લા 15 વર્ષથી એક જ પાર્ટનર સાથે રહેતા હોવ તો ડૉક્ટર તમને STD ટેસ્ટ ન કરાવવાનું સૂચન કરી શકે છે. પરંતુ જો તમે એક જ મહિનામાં ત્રણ અલગ-અલગ લોકો સાથે સેક્સ કર્યું હોય તો ડૉક્ટર તમને STD ટેસ્ટ કરાવવા માટે કહી શકે છે.
શું તમારા પીરિયડ્સ દર મહિને સમયસર આવે છે?
સ્ત્રીઓમાં નિયમિત માસિક ચક્ર 28 દિવસ છે. તારીખથી ત્રણ-ચાર દિવસ પછી પીરિયડ્સ આવવાનું સામાન્ય છે. પરંતુ જો આ ગેપ ખૂબ વધારે હોય તો તેને અનિયમિત પીરિયડ્સ કહેવામાં આવે છે. પીરિયડ્સ નિયમિત ન થવું એ ઘણી વાર ગંભીર હોઈ શકે છે. જો આવું થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો આવશ્યક છે.
સેક્સ દરમિયાન કે પછી દુખાવો અને રક્તસ્ત્રાવ?
જો તમને ક્યારેક સેક્સ દરમિયાન અથવા પછી તમારી યોનિ અથવા પેલ્વિસમાં દુખાવો થાય છે. તો ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમને સેક્સ દરમિયાન અથવા પછી દર વખતે દુખાવો થાય છે તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ. આ માટે ડૉક્ટર તમને મૂળભૂત યોનિમાર્ગ ચેપ અથવા એન્ડોમેટ્રિઓસિસ માટે પરીક્ષણ કરાવવા માટે કહી શકે છે.
શું તમારા યોનિમાર્ગ સ્રાવ અથવા સ્મેલમાં કોઈ ફેરફાર થયો છે?
ઘણી સ્ત્રીઓ આ પ્રશ્નનો જવાબ આપવામાં અચકાય છે. જેના કારણે ઘણી વખત ડોક્ટરો પણ મહિલાઓને આ પ્રશ્નો પૂછતા નથી. પરંતુ જો તમારા યોનિમાર્ગના સ્ત્રાવ, રંગ, નાનામાં અચાનક ફેરફાર થાય છે. તો તે બેક્ટેરિયલ ચેપનો સંકેત હોઈ શકે છે. જો કે આ સમસ્યાનો સામનો કરવો એકદમ સરળ છે. પરંતુ આ માટે તમારે ડૉક્ટરને આ વિશે ખુલીને કહેવું પડશે.
શું તમે તમારી બર્થ કન્ટ્રોલ પદ્ધતિથી ખુશ છો?
ડૉક્ટરો ઘણીવાર સ્ત્રીઓને આ પ્રશ્ન પૂછે છે. પરંતુ જો તમારા ડૉક્ટર આ પ્રશ્ન પૂછતા નથી, તો તમારે કોઈ અન્ય સારા ડૉક્ટર પાસે જવું જરૂરી છે. તમને જન્મ નિયંત્રણની સલામત પદ્ધતિઓ જણાવવાનું અને તમને મદદ કરવાનું કામ ગાયનેકોલોજિસ્ટનું છે. આવી સ્થિતિમાં તમે જન્મ નિયંત્રણ માટે કઈ પદ્ધતિઓ અપનાવો છો? તમારા ડૉક્ટરને આ વિશે જણાવો જેથી તે તમને બધા વિકલ્પો પસંદ કરવામાં મદદ કરી શકે.
શું તમે તમારા બ્રેસ્ટનું ચેકઅપ જાતે કરો છો?
દરેક મહિલા માટે પોતાના બ્રેસ્ટની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. જો કે તે તમને યાદ કરાવવાનું તમારા ડૉક્ટરનું કામ છે. યોગ્ય તપાસ માટે ડૉક્ટર તમને ઘણી વધુ અસરકારક રીતો જણાવી શકે છે.