EVENING NEWS CAPSULEમાં વાંચો હિમાચલમાં અકસ્માતમાં 5 પોલીસકર્મીના મોત, સુરતની બેંકમાં 13 લાખની લૂંટ, જાણો રાજકોટ કથિત લવ જેહાદ કેસમાં નવી અપડેટ
હિમાચલના ચંબામાં મોટો અકસ્માત
હિમાચલ પ્રદેશના ચંબામાં પોલીસ કર્મચારીઓથી ભરેલી જીપ સિયોલ નદીમાં પડી હતી.ચંબાના એસપીએ જણાવ્યું કે આજે સવારે થયેલા અકસ્માતમાં પાંચ પોલીસકર્મી અને એક ડ્રાઈવરનું મોત થયું હતું.ચાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિ લાપતા છે.
વધુ વાંચો : હિમાચલના ચંબામાં મોટો અકસ્માત પોલીસની જીપ નદીમાં ખાબકી, 6 પોલીસ કર્મીના મોત; 4 ગંભીર
બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક અકસમાતની વધુ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસમાતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
વધુ વાંચો : BREAKING : બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત, 10 વ્યક્તિના ઘટનાસ્થળે મોત
સુરતની એક બેન્કમાંથી 13 લાખ રૂપિયાની દિલધડક લૂંટ
સુરત શહેરમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે. કાયદો અને વ્યવસ્થાની પોકળ વાતો સામે આવી છે.સુરતમાં લૂટારુઓ 13લાખની લૂંટ કરી ફરાર થયા છે. સચિન વાંજ ગામની બેન્કમાં 5 થી 6 લૂંટારુઓ બાઇક લઈને આવ્યા હતા. અને ફિલ્મી ઢબે બેંકમાં લૂંટ ચલાવી ફરાર થયા હતા.
વધુ વાંચો : BREAKING: સુરતની એક બેન્કમાંથી 13 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, લૂંટના CCTV આવ્યા સામે
રાજકોટ કથિત લવ જેહાદનો મામલો
રાજકોટ લવ જેહાદ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કોપર્સની અરજી ફગાવી દીધી છે. મહેબુબ બુખારીએ યુવતીનો કબ્જો લેવા હેબિયસ કોપર્સની અરજી કરી હતી. જોકે કોર્ટમાં યુવતીએ મુસ્લિમ યુવક સાથે જવાની ના પાડી હતી. આ તરફ હાઇકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કોપર્સની અરજી ફગાવી યુવતીને નારી સંરક્ષણમાં મોકલી આપી છે.
વધુ વાંચો : રાજકોટ કથિત લવ જેહાદનો મામલો : ગુજરાત હાઇકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કૉર્પસની અરજી ફગાવી
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિશેષાધિકાર સમિતિનો તપાસ અહેવાલ આવે ત્યાં સુધી તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા પર અનેક સાંસદોએ નકલી સહી કરવાનો આરોપ લગાવ્યો હતો.
વધુ વાંચો : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ
ભારતીય દંડ સંહિતા ભારતીય ન્યાય સંહિતા બનશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં CrPC સંશોધન બિલ રજૂ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે ભારતીય સુરક્ષા સંહિતા બિલ (સીઆરપીસી) પર લોકસભામાં જણાવ્યું કે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા 3 કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. IPC (ભારતીય દંડ સંહિતા) ને ભારતીય ન્યાયિક સંહિતા 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 CrPC ને બદલે અને ભારતીય પુરાવા અધિનિયમ 2023ને પુરાવા અધિનિયમ દ્વારા બદલવામાં આવ્યું છે.
વધુ વાંચો : ભારતીય દંડ સંહિતા ભારતીય ન્યાય સંહિતા બનશે; CRPC સુધારો બિલ લોકસભામાં રજૂ
રાહુલ ગાંધી સાથે જોડાયેલા કિસ્સા પર કર્યો કટાક્ષ
ગઈકાલે અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં અનેક મુદ્દાઓ પર વડાપ્રધાને વિપક્ષની બોલતી બંધ કરી દીધી હતી. જે વિપક્ષથી સહન ન થતા તે લોકો અધવચ્ચે બહાર નીકળી ગયા હતા. જો કે, વડાપ્રધાને આ દરમિયાન વિપક્ષી ગઠબંધનને સલાહ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, તમે જેને ફોલો કરી રહ્યા છો તેઓને લીલા મરચા અને લાલ મરચા વચ્ચેનો તફાવત પણ ખબર નથી.
વધુ વાંચો : સંસદમાં પીએમ મોદીએ મરચા મુદ્દે ગાંધી પરિવારને ઘેર્યો હતો, જાણો શું છે લાલ અને લીલા મરચાનું રહસ્ય