ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં 5 શખ્સે જાહેરમાં બલિ ચઢાવી, કપાયેલું માથું અને પગ મળી આવ્યા

  • એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યોએ બનાવની જાણ પોલીસને કરી હતી
  • પોલીસે પ્રેમીબહેન સહિત પાંચ જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
  • જાહેરમાં બે બકરાની બલિ ચઢાવનાર મહિલા સહિત પાંચ આરોપી સામે ફરિયાદ

અમદાવાદમાં 5 શખ્સે જાહેરમાં બલિ ચઢાવી છે. જેમાં કપાયેલું માથું અને પગ મળી આવ્યા છે. ચૈત્રી આઠમ નિમિત્તે પાંચ શખ્સે જાહેરમાં બે બકરાની બલિ ચઢાવી હતી. પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસને સ્થળ પરથી બે ધારદાર છરા, બકરાનું કપાયેલું માથું અને ચાર પગ મળી આવ્યા હતા. તેથી પોલીસે પ્રેમીબહેન સહિત પાંચ જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, જાણો કયા શહેરમાં ઓરેન્જ અલર્ટ જાહેર

જાહેરમાં બે બકરાની બલિ ચઢાવનાર મહિલા સહિત પાંચ આરોપી સામે ફરિયાદ

નવરંગપુરાના ગુલબાઈ ટેકરા ખાતે આવેલા સદાશિવ મહાદેવ મંદિર પાસે મંગળવારે રાત્રે જાહેરમાં બે બકરાની બલિ ચઢાવનાર મહિલા સહિત પાંચ આરોપી સામે ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ચૈત્ર નવરાત્રીની આઠમનો તહેવાર હોવાથી કેટલાક લોકો ગેરકાયદે રીતે પશુઓની બલિ ચઢાવતા હોવાની વિગતો પગલે એનિમલ વેલફેર ટ્રસ્ટના કાર્યકરો મંગળવારે રાત્રે જુદા જુદા વિસ્તારમાં ફરી રહ્યા હતા. નવરંગપુરાના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં તેઓ પહોંચ્યા ત્યારે સદાશિવ મહાદેવ મંદિર ખાતે એક મહિલા સહિતના લોકો બે બકરાની બલિ ચઢાવી રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાંથી ભાજપને દાન પેટે મળ્યા 244 કરોડ પણ તેમાંથી ખર્ચનો હિસાબ જાણી રહેશો દંગ 

એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યોએ બનાવની જાણ પોલીસને કરી હતી

આ બાબતે એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યોએ બનાવની જાણ પોલીસને કરી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ અરજદાર કાર્યકરો સાથે સ્થળ પર પહોંચી ત્યારે એક મહિલા હાજર હતી. પોલીસને સ્થળ પરથી બે ધારદાર છરા, બકરાનું કપાયેલું માથું અને ચાર પગ મળી આવ્યા હતા. ગુજરાત યુનિ. પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રેમીબહેન કિશનભાઈ મારવાડી (ઉં,55) હોવાનું જણાવ્યું હતું. બલિ ચઢાવવામાં સાથે રહેલા અને ફરાર થઈ ગયેલા અન્ય ચાર લોકોમાં બળદેવ હિરાભાઈ સોલંકી, દાના જગદીશ સોલંકી અને અન્ય બે લોકો હોવાની વિગતો આપી હતી. પોલીસે પ્રેમીબહેન સહિત પાંચ જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Back to top button