- વિવિધ માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે
- અમરેલીના ધારીમાં ગમખ્વાર અકસ્માતમાં 1 મોત થયું
- ભરૂચમાં પાલેજ નજીક ગંભીર અકસ્માતમાં ત્રણના મોત થયા
ગુજરાતમાં એક દિવસમાં 5 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જેમાં ધારીમાં બાઈક ટ્રેકટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત થયો હતો. તથા ભરૂચમાં પાલેજ નજીક ગંભીર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. તેમજ ચકલાદ ગામે કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો ક્યારથી ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગે કરી આગાહી
અમરેલીના ધારીમાં ગમખ્વાર અકસ્માતમાં 1 મોત થયું
વિવિધ માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલીના ધારીમાં ગમખ્વાર અકસ્માતમાં 1 મોત થયું છે. જ્યારે ભરૂચમાં કપાસ ભરેલો ટેમ્પો પલટી જતા 3ના મોત થયા છે. તો ભરૂચના ચકલાદ ગામે અકસ્માતમાં 1નું મોત થયું છે. રાજ્યમાં આજે અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. આ અંગેની માહિતી અનુસાર ધારીનાં દુધાળા ગામ નજીક બાઈક ટ્રેકટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બાઇક ચાલક પિતા પુત્રને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે આ પછી પિતા પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જે પછી મૃતકની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.
હાઈવે પર ભરેલો ટેમ્પો પલટી જતા 3ના મોત થયા
બીજી એક ઘટનામાં ભરૂચમાં પાલેજ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઈવે પર ભરેલો ટેમ્પો પલટી જતા 3ના મોત થયા છે. આ અકસ્માતમાં કપાસ ભરનાર 3 શ્રમિકોના અકસ્માતમાં મોત થયા છે. જ્યારેપોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભરૂચના આમોદ પાસે થયેલા અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે. ચકલાદ ગામે કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જ્યારે અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે. નોંધનીય છેકે, જંબુસરથી દવા લઈ પરત ફરતી વેળાએ અકસ્માત થયો હતો. જેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્ય હતા.