નોઈડામાં એક જ દિવસે 5 લોકોએ આત્મહત્યા કરી, દરેકનું કારણ એકસરખું
- પોલીસે તમામ મૃતકોની ઓળખ કરી લીધી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
- પોલીસે જણાવ્યું કે તમામ મૃતકોએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
- એક જ દિવસમાં પાંચ લોકોના આપઘાતથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
નોઈડા: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક જ દિવસમાં 5 લોકોએ આત્મહત્યા કરી છે. રવિવારે ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પાંચ લોકોએ આત્મહત્યા કરી હતી. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે,દરેકનું આત્મહત્યા કરવાનું કારણ એક સરખું છે, જે માનસિક તણાવ છે. બનાવ બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
આ મામલાની વધુ માહિતી આપતા પોલીસ અધિકારી લક્ષ્મી સિંહે જણાવ્યું કે, ગ્રેટર નોઈડાના બીટા-2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19 વર્ષના યુવકે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતક યુવકની ઓળખ ધર્મેન્દ્ર કુમાર તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
21 વર્ષની યુવતીએ પણ આત્મહત્યા કરી હતી
આ સાથે આત્મહત્યાના અન્ય બનાવો અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, ફેઝ-1 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 26 વર્ષીય યુવકે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો. મૃતકનું નામ મુકેશ હતું. નોઈડા સેક્ટર-49ના બરૌલ ગામમાં રહેતી 21 વર્ષની અમૃતાએ પણ માનસિક તણાવને કારણે આત્મહત્યા કરી હતી. આ સાથે રવિવારે ફેઝ-2ના દીપક કુમાર અને નોઈડા સેક્ટર-126માં એક યુવકે તણાવના કારણે પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. નોઈડા સેક્ટર-126ના મૃતક યુવકની ઓળખ નિખિલ તરીકે થઈ છે.
પાંચેયએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી
ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના અલગ-અલગ સ્થળોએ એક જ દિવસમાં 5 લોકોએ આત્મહત્યા કર્યા બાદ પોલીસ વિભાગ આઘાતમાં છે. પોલીસે તમામ મૃતકોની ઓળખ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે તમામ મૃતકોએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. દરેકની આત્મહત્યાનું કારણ એક જ છે. તમામ મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો, યમુના નદીના ફીણવાળા ઝેરી પાણીમાં શ્રધ્ધાળુઓ છઠ પૂજા કરવા મજબૂર