IPL2022ના સૌથી ચોંકાવનારા 5 કેચ, મેદાન પર બન્યા ખેલાડી ‘સુપરમેન’


IPL 2022 માં દર વર્ષની જેમ આ વખતે પણ ઘણા બધા કેચ જોવા મળ્યા હતા. આ વર્ષે લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી એવિન લુઈસનો એક શાનદાર કેચ આ સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ તરીકે જાહેર થયો હતો. પરંતુ આ સિવાય પણ આ સિઝનમાં ઘણા અદભુત કેચ જોવા મળ્યા હતા, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યા હતા.

સિઝનની 27મી મેચમાં વિરાટ કોહલીએ હવામાં ઉછળીને શાનદાર કેચ પકડ્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે કવર્સની ઉપર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કવર્સની દિશામાં રહેલા કોહલીએ હવામાં કૂદીને એક હાથે આ કેચ લપકી લીધો હતો, કોહલીએ મેચમાં તેની ફિટનેસનું પ્રદર્શન કર્યું હતું. આ મેચ રોયલ ચેલેન્જર બેંગ્લોરે 16 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો.

સિઝનની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)ના ઓપનર જોસ બટલરે એક હાથે શિખર ધવનનો મુશકેલ કેચ લીધો હતો. ધવને મિડ-ઓન પર મોટો શોટ રમ્યો હતો, પરંતુ બટલરે ઊંચો કૂદકો મારીને એક હાથે બોલને ઝડપી લીધો. આ મેચમાં જોસ બટલરેના કેચથી રાજસ્થાન રોયલ્સ 6 વિકેટથી વિજય હાંસલ કર્યો હતો.

ગ્લેન મેક્સવેલની ગણતરી વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. તેમને ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં મેક્સવેલનો ‘સુપરમેન’ અવતાર જોવા મળ્યો હતો. તે સ્લિપમાં ફિલ્ડીંગ કરતો હતો ત્યારે હવામાં ઉડીને શુભમન ગિલનો કેચ પકડ્યો હતો. ગ્લેન મેક્સવેલના સુપર કેચના કારણે રોયલ ચેલેન્જર બેંગ્લોરે 8 વિકેટથી વિજય પ્રાપ્ત કર્યો હતો.

22મી મેચમાં CSK ટીમના ખેલાડી અંબાતી રાયડુએ પોતાની ચપળતાથી બધાના દિલ જીતી લીધા હતા. રાયડુએ હવામાં ઉડતા આકાશ દીપનો શાનદાર કેચ લીધો હતો. આ જોઈને RCB ટીમના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, આ મેચમાંરોયલ ચેલેન્જર બેંગ્લોરને 52 રનથી હારનો સામનો કરવો પડીયો હતો.
