લખનૌમાં શોર્ટ સર્કિટના કારણે ગેસ સિલિન્ડર ફાટ્યો, 5 લોકો જીવતા ભૂંજાયા
લખનૌ (ઉત્તર પ્રદેશ), 06 માર્ચ: લખનૌના ગ્રામીણ વિસ્તાર કાકોરી નગરમાં રહેતા મુશીરના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે બે સિલિન્ડર વિસ્ફોટ થયા હતા, જેમાં ત્રણ યુવતીઓ અને એક મહિલા સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કાકોરીના હાતા હઝરત સાહેબ વિસ્તારમાં મંગળવારે રાત્રે એક બે માળની ઈમારતમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકો મૃત્યુ પામ્યા જેમાં એક દંપતી અને માસૂમ બાળકો પણ સામેલ છે.
VIDEO | Five people were killed in a cylinder blast in Kakori near Lucknow late last night. More details are awaited. pic.twitter.com/ceJDaRBoU8
— Press Trust of India (@PTI_News) March 6, 2024
આખા ઘરમાં આગ એકાએક પ્રસરી ગઈ હતી
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે કાકોરી શહેરના હાતા હઝરત સાહેબનો રહેવાસી મુશીર અલી (50) જરદોઝીમાં કામ કરે છે. મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે તેમના ઘરના બીજા માળે આગ લાગી હતી. આગ લાગ્યાની થોડીવાર બાદ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘરની અંદરના જીવ બચાવવા લોકો બહાર નીકળે ત્યાં સુધીમાં આગ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી.
આગમાં પરિવારના નવ સભ્યો દાઝી ગયા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, ઘાયલોને હોસ્પિટલ સારવારઅર્થે લઈ જવાતા ડૉક્ટર્સે મુશીર (50 વર્ષ), તેની પત્ની હુસ્ના બાનો (45), તેની ભત્રીજી રૈયા (5) અને ભત્રીજી હિબા (2) અને હુમા (3)ને મૃત જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે અન્ય ચાર ઘાયલ લોકોને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જેમાં ઈશા (17), લકબ (21), અમજદ (34) અને અનમ (18)નો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ ફોર્સ અને ફાયર એન્જિનની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આગોતરા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ઇઝરાયેલમાં હિઝબુલ્લાહના આંતકી હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ, અન્ય બે ઈજાગ્રસ્ત