ગુજરાત: 5 IAS અધિકારીઓની બઢતી સાથે બદલી, વિજય નેહરાને વધારાનો ચાર્જ સોંપાયો
ગુજરાત સરકાર દ્વારા પાંચ IAS અધિકારીઓની બદલી સાથે બઢતીના આદેશ કરવામાં આવ્યાં છે. જેમાં રાજ્ય સરકારના એડિશ્નલ ચીફ સેક્રેટરી કમલ દયાની દ્વારા પરિપત્ર જાહેર કરીને બદલીના આદેશ આપવામાં આવ્યાં છે. પાંચેય અધિકારીઓની બદલી સાથે તેમના કાર્યભારમાં વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
વિજય નેહરાને વધારાનો ચાર્જ સોંપાયો
IAS વિજય નેહરા કે જેઓ ગુજરાત સાકરના સાયન્સ અને ટેકનૉલોજી વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ હવે Dholera- SIR પ્રોજેક્ટની કમાન સંભાળશે. એટલે કે તમામ મહત્વના ખાતાઓમાં બદલી સાથે કાર્યભારમાં વધારો કરવામાં આવ્યો છે.
5 IAS અધિકારીઓની બદલી
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા IAS મનિષા ચંદ્રાને હવે રૂરલ ડેવલોપમેન્ટ વિભાગની જવાબદારી સોંપાઈ છે. એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફેર ડિપાર્ટમેન્ટ ફરજ બજાવતા IAS કે.એમ ભીમજીયાનીને IAS મનીષા ચંદ્રાની ફાયનાન્સ ડિપાર્ટમેન્ટની ખાલી પડેલી જગ્યા સોંપવામાં આવી છે. તે ઉપરાંત એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફેર ડિપાર્ટમેન્ટ વિભાગની જવાબદારી નિભાવતા IAS એ.કે રાકેશને એડિશ્નલ ચીફ સેક્રેટરીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમને હાલ એનિમલ હસબન્ડરી,કાઉ બ્રીડિંગ વગેરે ખાતાનો ચાર્જ સોપવામાં આવ્યો છે.
મહત્વના ખાતાઓમાં બદલી સાથે બઢતી
IAS સ્વરૂપ પી કે જેઓ ગુજરાત સરકારના કમિશ્નર ઓફ લેન્ડ રીફોર્મ અંગેન કામગીરી કરતાં હતા તેમને હવે વધારાના કાર્યભાર તરીકે રેવન્યુ ડિપાર્ટમેન્ટનો ચાર્જ સોપાયો છે.