ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 5 મકાનો પત્તાની જેમ ધરાશાયી, 11ને કાટમાળમાંથી બચાવાયા

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 29 નવેમ્બર: મુંબઈમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં એક સાથે 5 મકાનો પત્તાની જેમ ધરાશાથી થયા હતા. મકાન ધરાશાયી થચાં ઘણા લોકો મકાનો પડતાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ઘટનાની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

11 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બચાવાયા

ફાયર વિભાગે ભારે જહેમત બાદ મકાનોની અંદર ફસાયેલા 11 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બચાવી લીધા છે. બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, આ ઘટના આજે સવારે 8 વાગ્યે મુંબઈના ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં બની હતી. આ માહિતી BMC દ્વારા આપવામાં આવી છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, ચાર લોકોને શતાબ્દી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. તેમજ કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

આ પણ વાંચો: સાઉથ આફ્રિકાની પ્લેટિનમ ખાણમાં લિફ્ટ 650 ફૂટ નીચે પડતાં 11 શ્રમિકોનાં મૃત્યુ

Back to top button