તમિલનાડુમાં ભીષણ અકસ્માત સર્જાતા 5નાં મૃત્યુ, 40 ઘવાયા
તિરુપથુર: તમિલનાડુના તિરુપથુર જિલ્લાના વાનિયમબાડી નજીક સરકારી બસ અને ખાનગી વાહન વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં બે ડ્રાઈવર સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ માર્ગ અક્સ્માત એટલો ગંભીર હતો કે ઓછામાં ઓછા 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી 10ની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
બેંગલુરુથી ચેન્નઈ જઈ રહેલી બસે અચાનક બેકાબૂ બનતા તિરુવત્તુરના વાનિયમબાડી ચેટ્ટીપ્પનૂર વિસ્તારમાં સામેથી આવતી ખાનગી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની માહિતી મળતાં જ ગ્રામજનોએ તમામને બસમાંથી બહાર કાઢ્યા હતા. જોકે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં યુમલાઈ, મુહમ્મદ બારોસ, અજીત કુમાર, ખાનગી બસ ડ્રાઈવર મોહમ્મદ નદીમનો સમાવેશ થાય છે. એક મહિલા સહિત પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે વાણિયાંબડી સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. આ ઉપરાંત, વાણિયાંબડી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ભારતમાં વર્ષ 2022માં માર્ગ અકસ્માતને કારણે 1.68 લાખથી વધુનાં મૃત્યુ