લખનૌમાં બિલ્ડીંગ ધરાશાયી થતાં 5 લોકોના મૃત્યુ, 20થી વધુ ઈજાગ્રસ્ત થયા
લખનઉ, 7 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ઈમારત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ અકસ્માતમાં બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી ટ્રક પણ અથડાઈ હતી. ઈમારત ધરાશાયી થવાના કારણે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. હાલ પોલીસની ટીમ અને અન્ય રાહત ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ લોકો બિલ્ડિંગમાંથી કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે. આ ઘટના સરોજિની નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરમાં બની હતી.
મળતી માહિતી મુજબ, ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઈમારત ધરાશાયી થવાને કારણે 5 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ટ્રાન્સપોર્ટ નગરમાં ભારે વરસાદ બાદ હરમીલાપ ટાવરની ડાબી બાજુનો ભાગ ધરાશાયી થયો હતો. હાલમાં, NDRF અને રાજ્ય પોલીસની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેઓ ધરાશાયી થયેલા વિસ્તારમાં પ્રવેશવા માટે ગેસ કટરનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં દસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને એકના મોતના સમાચાર છે. તેમજ અંદર ફસાયેલા અન્ય લોકોને બચાવવા માટે કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
ઈમારત ધરાશાયી થવાને કારણે 5 લોકોના મોત થયા છે
ઉલ્લેખનીય છે કે લખનઉમાં ઈમારત ધરાશાયી થવાને કારણે 5 લોકોના મોત થયા છે, જેમાંથી 3ની ઓળખ થઈ ગઈ છે અને 2 લોકો અજાણ્યા છે, જેમની ઓળખ થઈ નથી. આ દરમિયાન લખનઉના ADGએ કહ્યું કે, સમગ્ર બિલ્ડિંગની શોધ કરવામાં આવી રહી છે. તમામ વિભાગોનું સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન બાદ જ બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ જાણી શકાશે. શોધ માટે તમામ ટેકનિકલ સાધનો તૈનાત કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યું – ‘લખનૌમાં એક ઈમારત ધરાશાયી થવાના કારણે થયેલા અકસ્માતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. મેં લખનૌના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે ફોન પર વાત કરીને ઘટનાસ્થળની સ્થિતિ વિશે માહિતી મેળવી છે. સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે અને પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડવામાં વ્યસ્ત છે.
લખનૌ દુર્ઘટના પર મુખ્યમંત્રીએ આપ્યા આ નિર્દેશ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં થયેલા અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપી બનાવવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. કમિશનર રોશન જેકબે આજતકને જણાવ્યું કે, લખનઉની ઇમારત ધરાશાયી થવાને કારણે 28 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 4 લોકોના મોત થયા છે.