ગુજરાતના આ જિલ્લાના બટાકાની ખેતી કરતા ખેડૂતોને રૂ.5 કરોડનું નુકસાન
- પ્રતિ કિલો દીઠ રૂપિયા એકની સબસીડી આપવાની જાહેરાત
- 500 જેટલા ખેડૂતો બટાકાની ખેતી પર નિર્ભર
- વડોદરા શહેર અને જિલ્લાની સીધી જ બાદબાકી કરી
વડોદરા જિલ્લાના બટાકાની ખેતી કરતા ખેડૂતોને રૂ.પાંચ કરોડનું આર્થિક નુકસાન થયુ છે. જેમાં સબસીડી યોજના માટે સરકારે જાહેર કરેલા પરિપત્રમાં વડોદરાની જ બાદબાકી કરવામાં આવી છે. તેમાં ખેડૂતોને સાથે રાખી વિધાનસભા દંડકની કૃષિ મંત્રીને રજૂઆત બાદ વડોદરાનો સમાવેશ કરાયો હતો. તથા વડોદરા શહેર-જિલ્લાના નામનો ઉમેરો કરાવીને કૃષિ મંત્રીએ કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારને મળતી કેન્દ્રીય ગ્રાન્ટમાં ઘટાડો, આંકડો જાણી રહેશો દંગ
પ્રતિ કિલો દીઠ રૂપિયા એકની સબસીડી આપવાની જાહેરાત
ગુજરાત સરકારે તાજેતરમાં બટાકા પકવતા ખેડૂતોને નુકસાન જતાં પ્રતિ કિલો દીઠ રૂપિયા એકની સબસીડી આપવાની જાહેરાત કરી હતી. જેમાં વડોદરા શહેર- જિલ્લાની બાદબાકી કરી દેવાઈ હતી. જોકે, ખેડૂતોને સાથે રાખીને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ (બાળુ) શુક્લએ કૃષિ મંત્રીને રજૂઆત કરતા વડોદરા શહેર જિલ્લાના ખેડૂતોને પણ સબસીડીનો લાભ આપવાની જાહેરાત કરાઈ હતી.
આ પણ વાંચો: વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં વધુ એક વખત પથ્થરમારો
500 જેટલા ખેડૂતો બટાકાની ખેતી પર નિર્ભર
વડોદરા શહેરના છાણી જ્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા, રાણીયા, મોક્ષી, વડોદરા નજીકના સાકરદા, દશરથ અને વાઘોડિયા તાલુકાના 500 જેટલા ખેડૂતો બટાકાની ખેતી પર નિર્ભર છે. આ વર્ષે બટાકાની ખેતી કરનારા ખેડૂતોને અંદાજે રૂ.5 કરોડથી વધુ રકમનું ખેતીમાં નુકસાન થયેલુ છે.
આ પણ વાંચો: 1 એપ્રિલથી CNG-PNGના ભાવમાં થશે ધરખમ ઘટાડો!
વડોદરા શહેર અને જિલ્લાની સીધી જ બાદબાકી કરી
તાજેતરમાં ગુજરાત સરકારે બટાકાની ખેતી કરતા ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા પ્રતિ કિલો દીઠ રૂ.1 સબસીડી આપવાની જાહેરાત કરી હતી. જે અંગે વડોદરાના ખેડૂતોએ બાગાયત ખાતામાં જઈ સબસિડીની જાહેરાત અંગે જાણકારી મેળવતા પરિપત્રમાં વડોદરા શહેર અને જિલ્લાની સીધી જ બાદબાકી કરી દેવાયેલી હોવાની વિગતો ખેડૂતોના ધ્યાને આવી હતી. જે બાબત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ (બાળુ) શુક્લને ધ્યાને આવી હતી. જેથી ખેડૂતો આગેવાનોને ગાંધીનગર ખાતે બોલાવ્યા હતા અને જ્યાં ભાજપના ધારાસભ્યોને સાથે રાખી વડોદરા શહેર-જિલ્લાના ખેડૂતોને પણ સબસીડીનો લાભ મળવો જોઈએ તેવી કૃષિ મંત્રી રાધવજી પટેલ સુધી રજૂઆત કરી હતી. એ પછી જાહેર થયેલા સરકારના પરિપત્રમાં થયેલી ભૂલ તાત્કાલીક અસરથી સુધારીને વડોદરા શહેર-જિલ્લાના નામનો ઉમેરો કરાવીને કૃષિ મંત્રીએ કાર્યવાહી શરૂ કરાવી હતી.