મુંબઈ: લાલબાગના રાજાને 5 દિવસમાં 5 કરોડનું દાન
મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમા પણ લાલ બાગના રાજાની તો વાત જ અલગ છે. લાલબાગના રાજાના દર્શન કરવા ફિલ્મી સિતારાઓથી લઇને આમ નાગરીકોની પણ આ દસ દિવસના ઉત્સવ દરમ્યાન ભારે ભીડ જોવા મળતી હોય છે. તેમજ આ ઉત્સવની મુંબઇ શહેરમાં ઘણા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તેને જોવા દૂરથી દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે.
કોરોનાના બે વર્ષ બાદ ધામધૂમ પુર્વક ગણેશ ઉત્સવ ઉજવાતા આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષના ગણેશ ઉત્સવમાં લાલબાગના રાજાના દર્શને રોજ લાખોની ભીડ ઉમટી પડે છે. તેમજ દર્શન કરી લાખોના કિંમતી આભુષણ પણ ચઢાવી રહ્યા છે. ત્યારે લાલ બાગના રાજાને અત્યાર સુધીમાં કરોડોનું દાન ચઢાવવામાં આવ્યુ છે. અને ફક્ત 5 દિવસમાં જ સોના ચાંદીના આભૂષણો સહિત ચલણી નોટોનું પાંચ કરોડથી વધારેનું દાન ભેગુ થયુ છે. જેમાં સૌથી વધારે સોના ચાંદીના દાન આપવામાં આવ્યા છે.
30 કિલો ચાંદી અને 2.5 કિલો સોનાનું દાન:
દાનની પેટીને પાંચ દિવસ બાદ ખોલવામાં આવતા 30 કિલો ચાંદી તેમજ 2.5 કિલો સોનાના ઝવેરાત મળી આવ્યા હતા. આ સાથે જ 2 કરોડ 49 લાખ અને 50 હજારનું કેશ પણ દાનપેટી માંથી નીકળતા આ વર્ષે પાંચ દિવસમાં સૌથી વધુ દાન એકત્ર કરવામાં આવ્યુ છે.