નડિયાદ શહેરમાં વીજ થાંભલો પડવાથી 5 પશુઓના મોત, પશુપાલકોએ MGVCL પર લગાવ્યો આક્ષેપ
બિપરજોય વાવાઝોડાએ રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. બિપરજોય વાવાઝોડાને કારણે ભારે નુકસાનીના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં નડિયાદ જિલ્લામાં પણ બિપરજોયને કારણે ભારે નુકસાનીના અહેવાલ સામે આવ્યા છે. બિપરજોય વાવાઝોડાને કારણે ખેડા જિલ્લામાં પણ વૃક્ષો, મકાનો ધરાશાયી થવા , તેમજ વીજ થાંભલાઓ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે નડિયાદ શહેરમાં વીજ થાંભલો પડવાથી પાંચ પશુઓના મોત થયાની ઘટના પણ સામે આવી છે.
નડિયાદમાં વીજ થાંભલો પડવાથી 5 પશુઓના મોત
પ્રાપ્ત વિગતો મુજબ રાજેન્દ્ર નગર ખાતે આવેલ મોખાત તલાવડી પાસે ચાલુ વીજ થાંભલો પડતા કરંટ લાગવાથી 5 પાલતુ અબોલ પશુઓના મોત થયા છે. આ ઘટનામાં બે ભેંસ એક પાડી તેમજ બે શ્વાનના કરંટ લાગવાથી મોત થયા છે , મૃત્યુ થયેલ બન્ને ભેસો વિયાવાની હોઈ પશુ માલિકોની આંતરડી દુભાઈ છે.
પશુપાલકો MGVCL પર લગાવ્યો આક્ષેપ
આ મામલે પશુપાલકો MGVCL પર આક્ષેપ કર્યો છે કે MGVCLને જાણ કરવા છતાં પણ સમયસર ન પહોંચતા અમારી મુડી સમાન પશુઓના મોત થયા છે. જેથી આ પશુઓના મોત માટે MGVCL જવાબદાર છે.પશુપાલકોએ જણાવ્યું હતુ કે MGVCL ને ટેલીફોનિક તેમજ રૂબરૂ જાણ કર્યાના ત્રણ કલાક બાદ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ MGVCLને વીજ થાંભલો પડ્યાની જાણકારી આપ્યા બાદ તુરંત વીજ પ્રવાહ બંધ ન કરાતા આ અબોલ પશુઓના મોત થયા છે.
પશુપાલકોએ કરી વળતરની માંગ
આ મામલે MGVCLની ઘોર બેદરકારીને કારણે પશુપાલકોના પશુઓનુ ખેતરમાં ચરતા મોત નીપજતા પશુપાલકો દ્વારા વળતરની માંગ કરવામા આવી છે.અગાઉથી તંત્ર ધ્વારા તૈયારીઓ સાથે ટીમોને રેડી રાખેલ હોવા છતા પણ મોડુ થતા ખેડુતોને આ આપત્તીમાં પોતાના પશુ ખોવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે “બાર,સાડા બાર વાગે અમે કમ્પ્લેન લખાઈ તે છતાં જીઈબી વાળા સમય સર આવ્યા નહીં જો વહેલા આવ્યા હોત તો આ ઘટના બની ન હોત”. બન્ને ભેસોના માલિકે જણાવ્છેયું હતું કે “અમારું જીવન આ બન્ને ભેંસો પર ચાલતું હતું અને અમારો પરીવાર તેના પર નિર્ભર હતો”.
આ પણ વાંચો : તમારા ઘરનું લાઈટ બીલ થઈ જશે અડધું, બસ રૂમમાં લગાવી દો આ નાનકડું મશીન