ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

પંચમહાલ: 5 બેઠક પર જોરદાર છે કાર્યકરોની બુથ મેનેજમેન્ટની કામગીરી, જાણો કેવી રીતે

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર આ વખતની ચૂંટણી કોંગ્રેસના તરફેણમાં છે. તેવું સ્થાનિક નેતાઓનો મત છે. કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં અને કસ્બા સુધી પહોંચી છે. જે રીતે કાર્યકરોની બુથ મેનેજમેન્ટની કામગીરી કરી રહી છે. કોંગ્રેસને મજબૂત અને સક્રિય બનાવવા સાથે કોંગ્રેસ પાંચ વિધાનસભા ઉપર વિજય મેળવે તે માટે આગામી રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે.

શહેરા બેઠક:

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં શહેરા આવેલું છે. શહેરા તાલુકા મથક છે અને તેને પંચમહાલના મુખ્ય શહેરોમાંથી એક ગણવામાં આવે છે. જે લુણાવાડા ગોધરા માર્ગ પર આવેલું છે અને વ્યાવસાયિક અને સામાજિક કેન્દ્ર છે. શહેરા વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ પંથકમાં મુખ્યત્વે કપાસ, તુવેર અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. કેટલાક ગામના લોકો પિયતની સગવડ મેળવીને શેરડી, કેળા, ડાંગરની પણ ખેતી કરે છે.

Panchmahal Election

ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં શહેરા વિધાનસભા બેઠક 124માં ક્રમાંકે છે. શહેરા વિધાનસભા બેઠક પર સતત ચાર ટર્મ (2002- 2007- 2012- 2017) સુધી ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. જેઠાભાઈ ભરવાડ સતત વર્ષ 1998થી 2017 સુધી પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે.

Panchmahal Election

વર્ષ 2012માં ભાજપના આહીર ભરવાડને 76468 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના સોલંકી તખ્તસિંહ રાવસિંહને 47743 મત મળ્યા હતા. જેમાં આહીર ભરવાડ 28725 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના આહીર(ભરવાડ) જેઠાભાઈ ઘેલાભાઈને 100383 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ચૌહાણ દુષ્યંતસિંહ નરવતસિંહને 59314 મત મળ્યા હતા. જેમાં આહીર(ભરવાડ) જેઠાભાઈ ઘેલાભાઈ 41069 મતથી જીત્યા હતા. જેમાં શહેરા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 133684 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 126860 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 0 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 260544 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

મોરવા હડફ બેઠક:

મોરવા હડફએ ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે પંચમહાલ જિલ્લાનો ભાગ છે અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે. આ સીટની રચના 2008 ની સીમાંકન કવાયત પછી કરવામાં આવી હતી અને તે પંચમહાલનો એક ભાગ છે.

Panchmahal Election

વર્ષ 2012માં કોંગ્રેસના ખાંટ સવિતાબેન વેચાતભાઈને 56886 મત મળ્યા હતા. તથા ભાજપના ડામોર બીજલભાઈ વાલાભાઈને 45597 મત મળ્યા હતા. જેમાં ખાંટ સવિતાબેન 11289 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ખાંટ ભૂપેન્દ્રસિંહ વેચાતભાઈને 58513 મત મળ્યા હતા. તથા ભાજપના ડીંડોર વિક્રમસિંહ રામસિંહને 54147 મત મળ્યા હતા. જેમાં ખાંટ ભૂપેન્દ્રસિંહ 4366 મતથી જીત્યા હતા. જેમાં મોરવા હડફ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 115308 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 112894 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 0 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 228202 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

ગોધરા બેઠક:

ગોધરા શહેર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનું તેમજ ગોધરા તાલુકાનું મુખ્યમથક છે. અમદાવાદથી મધ્ય-પ્રદેશ તરફ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 59 પરનું આ વ્યાવસાયિક કેન્દ્ર છે. ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. આ સાથે જ ગોધરા ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી 126 નંબરની વિધાનસભા બેઠક છે.

Panchmahal Election

આ વિધાનસભા બેઠક અંતર્ગત ગોધરા જીલ્લાના 116 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વારંવાર ગોધરા કોમી વયમનસ્યના દાવાઓનુ સાક્ષી બનતુ આવ્યું છે. જેના કારણે વિશ્વમાં સૌથી દિવસ કર્ફ્યુ રહ્યાંનો રેકોર્ડ પણ ગોધરાના નામે જ છે.

વર્ષ 2012માં કોંગ્રેસના સી. કે. રાઉલજીને 73367 મત મળ્યા હતા. તથા ભાજપના ચૌહાણ પ્રવિણસિંહ પ્રભાતસિંહને 70499 મત મળ્યા હતા. જેમાં સી. કે. રાઉલજી 2868 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના સી. કે. રાઉલજીને 75149 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પરમાર રાજેન્દ્રસિંહ બલવંતસિંહ (લાલાભાઈ)ને 74891 મત મળ્યા હતા. જેમાં સી. કે. રાઉલજી 258 મતથી જીત્યા હતા. જેમાં ગોધરા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 141862 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 137485 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 14 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 279361 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

Panchmahal Election

કાલોલ બેઠક:

કાલોલ ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે પંચમહાલ જિલ્લાની વિધાનસભા બેઠક છે. આ વિધાનસભા બેઠક મત વિસ્તાર પ્રમાણે સંપૂર્ણ કાલોલ તાલુકો અને ઘોઘંબા તાલુકાના ગામો પણ આવરી લે છે. જેમાં જોરાપુરા (વાંગરવા), વાંગરવા, શનીયાડા, રાણીપુરા (દામાવાવ), દામાવાવ, ખિલોડી, રીંછવાણી, અલબેટા, ખાન પાટલા, સજોરા, પાડેડી, સીમળીયા, જાંબુવાણીયા, ગુનેશિયા, કોથયડી, શેરપુર, દામાવાડ ગાજીપુરા (કાનપુર), કાંટાવેડા, ભોજપુરા, ગોયા સુંદલ, કોઠારા, વાવ કુલી, ચાઠી, બોર, ચાથા, કાંટુ, માલુ, કાનપુર, નવાગામ, જોરાપુરા (દાવદરા), દાવદરા, મુલાણી કાપડી, ગજાપુરા (કાંતુ), ગુંદી, ખડપા ગોરાડા, આંબાખુંટ, ઉંચા બેડા, ખારોદ, ગમાણી, ગલીબીલી, ગોડલી, વાંસકોડ, નુરાપુરા, ઘોઘા ગામોનો સમાવેશ થાય છે.

Panchmahal Election

 

વર્ષ 2012માં ભાજપના અરવિંદસિંહ દામસિંહ રાઠોડને 69275 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના જાદવ રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહને 39219 મત મળ્યા હતા. જેમાં અરવિંદસિંહ દામસિંહ રાઠોડ 30056 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ચૌહાણ સુમનબેન પ્રવિણસિંહને 103028 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પરમાર પ્રદ્યુમનસિંહ વિજયસિંહ (પંચમહાલ ઝેરોક્ષવાલા)ને 53751 મત મળ્યા હતા. જેમાં ચૌહાણ સુમનબેન 49277 મતથી જીત્યા હતા. જેમાં કાલોલ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 132499 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 125823 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 1 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 258323 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

હાલોલ બેઠક:

હાલોલ મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના મહત્વના હાલોલ તાલુકાનું શહેર અને તાલુકા મથક છે. પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ તેમ જ વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન ધરાવતું પૌરાણિક નગર ચાંપાનેર અહીંથી 5 કિમી દૂર આવેલ છે. આ સાથે જ હાલોલ વિધાનસભા ગુજરાતની 182 વિધાનસભા પૈકી 128 નંબરની વિધાનસભા બેઠક છે. આ બેઠકમાં હાલોલ તાલુકો, જાંબુઘઓડા તાલુકો અને ધોધમ્બા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આ બેઠક પર કુલ 120 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Panchmahal Election

વર્ષ 2012માં ભાજપના જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમારને 93854 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પરમાર રાજેન્દ્રસિંહ બલવંતસિંહને 60648 મત મળ્યા હતા. જેમાં જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર 33206 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમારને 93854 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પરમાર રાજેન્દ્રસિંહ બલવંતસિંહને 60648 મત મળ્યા હતા. જેમાં જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર 33206 મતથી જીત્યા હતા. જેમાં હાલોલ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 141413 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 131328 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 272746 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

Back to top button