ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના મારામારી કેસમાં 5 આરોપી ધરપકડ, 3ના રિમાન્ડ મંજૂર
- 5 આરોપીઓમાંથી 3ને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર
- આરોપી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સાથે સંકળાયેલા
- મારામારીના કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના મારામારી કેસમાં 5 આરોપી ધરપકડ કરાઇ છે. તેમજ કોર્ટમાં રજૂ કરાતા 3ના રિમાન્ડ મંજૂર થયા છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારીના કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રૂટ્સનું જાણો કેટલા ટકા ઉત્પાદન ઘટયું
5 આરોપીઓમાંથી 3ને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર
વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર 5 આરોપીઓમાંથી 3ને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે. વધુ કોઇની સંડોવણી હતી કે નહી તે મુદ્દે તપાસ કરાશે. જેમાં ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના મારામારી કેસમાં આરોપીઓના 20 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારી તોડફોડ કરાઈ હતી. જેમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે રાત્રે નમાઝ પઢવા મામલે થયેલી મારામારીની ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. અભ્યાસ અર્થે આવેલા વિદેશી નાગરિક સાથે ગેરવર્તણૂક કરવી તે યોગ્ય નહિ. આ મુખ્ય બાબતે રિમાન્ડની માગ કરવામા આવી હતી. હાલ ત્રણેય આરોપીઓને યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCના વધુ બે લાંચિયા કર્મી ACBના સકંજામાં આવ્યા
આરોપી ભાજપની ભગીની સંસ્થા તરીકે ઓળખાતી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સાથે સંકળાયેલા
પકડાયેલા પાંચેય આરોપી ભાજપની ભગીની સંસ્થા તરીકે ઓળખાતી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સાથે સંકળાયેલા છે. ક્રાઈમ બ્રાંચ અને અન્ય સ્થાનિક પોલીસની એજન્સીઓ દ્વારા આરોપીઓનું પગેરુ મેળવવાની સતત ગઈકાલથી જ રાતદિવસ પ્રયાસ હાથ ધરાયા છે. તેના ફળસ્વરૂપ પાંચ આરોપીઓ ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવી ગયા છે. જે આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓના હોદ્દા અને અન્ય બાબતોનો ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર તરીકે ક્ષિતિજ પાંડેનું નામ ખુલ્યુ છે. વાયરલ વીડિયોમાં ખેસ પહેરેલો જે યુવક દેખાઈ રહ્યો છે તે આ સમગ્ર ઘટના માટેનો માસ્ટર માઈન્ડ હોવાનુ સામે આવ્યુ છે. ક્રાઈમ બ્રાંચે આ ક્ષિતિજ પાંડેની પણ અટકાયત તેની સઘન પૂછપરછ હાથધરી છે કે મામલો કઈ રીતે બિચક્યો હતો અને હુમલો પૂર્વ આયોજિત હતો કે અચાનક ઘટના ઘટી હતી તે તપાસ થઇ રહી છે.