ગુજરાતચૂંટણી 2022

2017ની ચૂંટણીમાં NOTAનો ઉપયોગ 5.51 લાખ મતદાતાઓએ કર્યો હતો, AAPની એન્ટ્રીથી શું મતદાતાઓનો મિજાજ બદલાશે? જાણો શું છે NOTA

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરનાં રોજ રાજ્યમાં મતદાન થશે, જ્યારે પરિણામ 8 ડિસેમ્બર જાહેર થશે. આ જાહેરાતની સાથે જ તમામ પાર્ટી રાજકીય સમીકરણ સાધવાના પ્રયાસમાં લાગી ગઈ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં મતદાનના સમીકરણ પર તમામ પક્ષનું ધ્યાન છે.

વર્ષ 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કેટલાંક રસપ્રદ આંકડા સામે આવ્યા છે, જે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીને વધુ રોમાંચક બનાવશે. આપની એન્ટ્રીને કારણે રાજ્યમાં ચૂંટણી જંગ ત્રિપાંખીયો બની ગયો છે.

2017ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગુજરાતની 182 સીટમાંથી 115 બેઠક પર EVM મશીન પર નોટા (NOTA- ઉપરોક્તમાંથી કોઈ જ નહીં)ના વિકલ્પને ત્રીજા નંબરે સૌથી વધુ દબાવવામાં આવ્યું હતું.

જો કે આ વખતે રાજ્યમાં આપ ચૂંટણી મેદાનમાં જંપલાવતા મતદારોનો મિજાજ કઈ તરફ વળે છે તે જોવાનું રહેશે. આપ પણ રાજ્યમાં બહુમતી મેળવવા માટે ઘણું જોર લગાવી રહી છે ત્યારે સવાલ થાય કે શું રાજ્યમાં આપને લોકો ત્રીજા વિકલ્પ તરીકે પસંદ કરશે કે પછી NOTAનો જ ઉપયોગ વધુ કરશે.

ગત વિધાનસભામાં ગુજરાતના 3 કરોડ મતદાતાઓમાંથી લગભગ 5.51 લાખ એટલે કે 1.84 ટકા મતદાતાઓને NOTAનો વિકલ્પ પસંદ કર્યો હતો.

ગુજરાતમાં NOTAનો કુલ વોટ શેર ભાજપ 49.05% અને કોંગ્રેસ 41.44% પછી ત્રીજો સૌથી વધુ હતો. જે 2017ની ચૂંટણી 1.84% હતો.

NOTA
વર્ષ 2013માં નોટાને લઈને સુપ્રીમ કોર્ટે નોટાના ઉપયોગના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો.
ત્યારબાદ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેનો પહેલી વાર ઉપયોગ થયો અને તે વખતે 15 લાખ લોકોએ નોટાના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો.

NOTAની શરૂઆત

  • વર્ષ 2009માં નોટાને મતદાનમાં સામેલ કરવા માટે ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેથી ભારતના મતદાતાઓને પણ જો અયોગ્ય હોય તો તેવા ઉમેદવારોને પસંદ ન કરવાની આઝાદી મળે.
  • ચૂંટણીપંચે ઇવીએમ સાથે નોટા વિકલ્પ જોડવાની વકીલાત કરી. જોકે તત્કાલીન સરકાર અને અન્ય કેટલાક રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો તેને કારણે તે વખતે ભારતના મતદાતાઓને આ વિકલ્પ ના મળી શક્યો.
  • વર્ષ 2013માં નોટાને લઈને સુપ્રીમ કોર્ટે નોટાના ઉપયોગના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો.
  • ત્યારબાદ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેનો પહેલી વાર ઉપયોગ થયો અને તે વખતે 15 લાખ લોકોએ નોટાના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. પછી વર્ષ 2014માં થયેલી લોકસભાની ચૂંટણીથી તેનો ઉપયોગ આખા દેશમાં શરૂ થયો.

NOTAમાં પડેલા મત રદ ગણાય છે
ચૂંટણીપંચે સ્પષ્ટ કરી દીધું છે કે નોટામાં ગમે તેટલા વોટ પડે પણ એ જ ઉમેદવાર જીતશે જેને સૌથી વધુ મતો મળ્યા છે. જે ઉમેદવારને સૌથી વધુ મતો મળ્યા હોય તેના કરતાં પણ નોટાના વોટની સંખ્યા વધુ હોય તો પણ સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર જ વિજેતા જાહેર થશે.

NOTAનું ચિન્હ અમદાવાદમાં તૈયાર કરાયું છે
EVM પર જે મતપત્રક હોય છે તેમાં એક ક્રૉસનું ચિહ્ન હોય છે. જો NOTAનો ઉપયોગ કરવા માગતા હોય તેવા મતદાતા આ ક્રૉસના ચિહ્ન પર રહેલું બટન દબાવે છે.આ ચિહ્નને 18 સપ્ટેમ્બર 2015ના રોજ ચૂંટણીપંચે પસંદ કર્યું હતું. તેની ડિઝાઇન અમદાવાદની જાણીતી સંસ્થા NIDએ તૈયાર કરી હતી.

NOTA
EVM પર જે મતપત્રક હોય છે તેમાં એક ક્રૉસનું ચિહ્ન હોય છે. જો NOTAનો ઉપયોગ કરવા માગતા હોય તેવા મતદાતા આ ક્રૉસના ચિહ્ન પર રહેલું બટન દબાવે છે.

49-O અને NOTAમાં શું તફાવત છે?
દેશમાં જ્યારે EVM મશીનના બદલે બૅલેટ પેપરનો ઉપયોગ થતો હતો ત્યારે પણ મતદાતા કોઈ પણ ઉમેદવારને વોટ ન આપવા માગતા હોય તો તેમણે તે છૂટ હતી, પરંતુ મતાધિકારના ઉપયોગથી વંચિત રહીને. જો મતદાતા ચૂંટણીપંચના નિયમ 49-Oનો ઉપયોગ કરવા માગે તો તેમણે ફૉર્મ 17-Aમાં પોતાની સહી કરવાની હોય છે અને પછી ચૂંટણી અધિકારીને એમ કહેવાનું હોય છે કે તેઓ પોતાનો મત નથી આપવા માગતા.ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ફૉર્મ 17માં લખવાનું રહે છે કે મતદાતાએ મત આપવાનો ઇન્કાર કર્યો. ત્યારબાદ ફરી મતદાતાએ તેના પર સહી કરવાની રહે છે.

જોકે આ 49-Oના ઉપયોગથી જે મતદાતા પોતાના મતાધિકારનો પ્રયોગ નથી કરવા માગતા તેમની ઓળખ છતી થઈ જતી હતી. તેની સરખામણીએ NOTAના ઉપયોગથી મતદાતાની ઓળખ ગુપ્ત રહે છે. આમ NOTAનો વિકલ્પ મળવાથી મતદાતાઓને, જે મતદાતા ચૂંટણીમાં ઉભેલા એકપણ ઉમેદવારને મત આપવા ન માગતા હોય તેઓને પોતાના મતને ફાજલ જવા દેવાને બદલે મતદાન કરવાનો અધિકાર મળ્યો

Back to top button