બિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

હવે ભારતમાં નહીં બને 4G મોબાઈલ! : સરકારે 3G અને 4G સ્માર્ટફોન બનાવવાનું બંધ કરવા કંપનીઓને કર્યો નિર્દેશ

Text To Speech

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MEIT)નાં ઉચ્ચ અધિકારીઓએ બુધવારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) અને સાથે બેઠક યોજી હતી સાથે બેઠક યોજી હતી. તે બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે બેઠકમાં તેઓએ રૂ. 10,000 કે તેથી વધુ કિંમતના 4G સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેથી કંપનીઓ હવે 10 હજારથી વધુ કિંમતવાળા 5G કનેક્ટિવિટી સ્માર્ટફોન જ બનાવશે. તેઓ 3 મહિનામાં 5G સેવા પર શિફ્ટ થાય તેવો નિર્દેશ સરકારે આપ્યો હતો. દેશના ટોચના સ્માર્ટફોન ઉત્પાદકો સાથેની આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. જેમાં એપલ, સેમસંગ જેવી કંપનીઓના એક્ઝિક્યુટિવ સહિત ટેલિકોમ ઓપરેટરો પણ બેઠકમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો : 5G માં આ સમસ્યા આવતા સરકાર નારાજ : ટેલિકોમ વિભાગે બોલાવી તાબડતોબ બેઠક 

ભારતમાં કુલ 750 મિલિયન મોબાઈલ યુઝર્સ

ભારતમાં હાલમાં લગભગ 750 મિલિયન જેટલાં મોબાઈલ યુઝર્સ છે. તેમાંથી 100 મિલિયન યુઝર્સ 5G સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ, 350 મિલિયન વપરાશકર્તાઓ હજુ પણ 3G અને 4G કનેક્ટિવિટીવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. દેશમાં 5G લોન્ચ થયાં બાદ કંપનીઓ હવે 10 હજારથી વધુ કિંમતવાળા 5G કનેક્ટિવિટી સ્માર્ટફોન જ બનાવશે તેથી તમામ સ્માર્ટફોન નિર્માતાઓ હવે રૂ. 10,000 થી વધુ કિંમતના મોબાઈલમાં 4G અથવા તેનાથી ઓછી કનેક્ટિવિટી ઉમેરશે નહીં. આ અપડેટ્સ સરળ 5G નેટવર્ક પ્રદાન કરવા માટે કરવામાં આવી રહ્યા છે. તેવું અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું હતું.

આ શહેરોમાં  શરૂ થઈ ગયું છે 5G નેટવર્ક

Bharti Airtel અને Reliance Jio એ 1 ઓક્ટોબરથી દેશના કેટલાક શહેરોમાં 5G સેવા આપવાનું શરૂ કર્યું. જેમાં એરટેલે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં સેવા શરૂ કરી. ત્યારે, Jioએ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં સેવા શરૂ કરી છે.

600 Mbpsની સ્પીડ મળી રહી છે

જે શહેરોમાં 5G સેવા શરૂ થઈ છે તેનાં ટેસ્ટિંગમાં જાણવા મળ્યું કે 5G ઇન્ટરનેટની સ્પીડ 500 થી 600 Mbps છે. Jio તેના યુઝર્સને અનલિમિટેડ 5G ઇન્ટરનેટ આપી રહ્યું છે. તે જ સમયે, એરટેલ તેના વપરાશકર્તાઓના અગાઉના પ્લાનમાં જ 5G ઇન્ટરનેટ સેવા પ્રદાન કરી રહી છે. જો કે, બંને પ્લેટફોર્મે હજુ સુધી તેમના 5G પ્લાન જાહેર કર્યા નથી.

Appleને ક્યારે મળશે 5G સેવા ?

Appleએ ભારતમાં હજુ સુધી 5G નેટવર્કનું પરીક્ષણ શરૂ કર્યું નથી. Appleના iPhone 12 અને પછીના મોડલને 5G કનેક્ટિવિટી મળી રહી છે. સ્માર્ટફોન નિર્માતાઓએ 5G નેટવર્ક સેવાનું પરીક્ષણ શરૂ કરી દીધું છે.  Appleના એક અધિકારીએ કહ્યું કે તેઓ ભારતમાં શ્રેષ્ઠ 5G અનુભવ પ્રદાન કરવા માટે કામ કરી રહ્યા છે. ટેલિકોમ ઓપરેટરો ટેસ્ટિંગ પૂર્ણ થતાંની સાથે જ તેમના વપરાશકર્તાઓ માટે સોફ્ટવેર અપડેટ્સ લાવશે. ડિસેમ્બર સુધીમાં iPhone યુઝર્સ 5G સર્વિસનો ઉપયોગ કરી શકશે તેવી સંભાવના છે.

Back to top button