ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન 2 દિવસના ગુજરાત પ્રવાસે, PM મોદીએ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’નું કર્યું ઉદ્ઘાટન

Text To Speech

એકબાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે તો બીજી તરફ તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવવા મેદાનમાં ઉતરી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી ગુજરાતમાં 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. PM મોદીએ આજે અમદાવાદના અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આજનો દિવસ શિક્ષણ જગત માટે ઐતિહાસિક છે. દેશનાં મિશન એક્સેલેન્સ પ્રોજેક્ટનો ગુજરાતથી પ્રારંભ થયો છે. તેમાં કુલ રૂ. 10,000 કરોડના ખર્ચ સાથે ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ મિશનની પરિકલ્પના કરવામાં આવી છે.

રાજ્યમાં આજે 102 યુનિવર્સિટી : PM મોદી

કાર્યક્રમમાં PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે અમૃતકાળની અમૃત કેડીનાં નિર્માણ તરફ મોટું પગલુ છે. ધોરણ 2થી અંગ્રેજી વિષયની શરૂઆત કરી છે. ત્યારે રાજ્યમાં આજે 102 યુનિવર્સિટી છે. તથા શિક્ષણક્ષેત્રે ગુજરાત સમય સાથે ચાલી રહ્યું છે અને મેડિકલ, એન્જિનિયરિંગનો અભ્યાસ ગુજરાતીમાં થશે. તેમજ નવી શિક્ષણ પોલિસી લાગુ કરાઈ છે.  વિકસિત ભારતનાં નિર્માણ માટે આ પાયાનો પથ્થર છે. તથા આવનારા પેઢીઓને પણ આ પગલા ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેમજ ભારતે 5Gના યુગમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતનાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ તરફ પહેલું પગલુ છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે મોટા પરિવર્તનો થયા છે. જેમાં 20 વર્ષ પહેલા ગુજરાતમાં 100માંથી 20 બાળકો શાળા છોડી દેતા હતા.

શિક્ષણક્ષેત્રે નવા પ્રયોગ કરવા તે ગુજરાતનાં DNAમાં છે : PM મોદી

પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ કથળેલી હતી. જેમાં અનેક ગામડાઓમાં દીકરીઓને શાળાએ નહોતા મોકલતા. આવા અનેક બાળકો આજે ભણતા થયા છે. તેથી શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ગુજરાત સરકારને ધન્યવાદ છે. શિક્ષણની ગુણવત્તા પર અમે ખુબ ભાર મૂક્યો છે. અમે પ્રવેશોત્સવ સાથે ગુણોત્સવની શરૂઆત કરી છે. વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોનું પણ મુલ્યાંકન થતુ’ હોય છે. ગુજરાતની હજારો શાળાઓ, લાખો શિક્ષકોને ફીડબેક અપાય છે. શિક્ષણક્ષેત્રે નવા પ્રયોગ કરવા તે ગુજરાતનાં DNAમાં છે. વિશ્વની એકમાત્ર ચિલ્ડ્રન્સ યુનિ. ગુજરાતમાં છે. ગુજરાતની 20 હજાર શાળાઓમાં ટીવી પહોંચી ચૂક્યુ છે. તથા ગુજરાતની શાળાઓમાં ઓનલાઇન એટેન્ડન્સ થાય છે. મિશન હેઠળ 50 હજારથી વધુ શાળાઓને વિકસાવાશે. 1 લાખથી વધુ ક્લાસરૂમ્સને આધુનિક રીતે વિકસાવાશે. જેમાં 5G ટેકનોલોજીથી આ વ્યવસ્થા ખુબ સરળ બનશે.

4G જો સાઇકલ તો 5Gને હવાઇ જહાજ : PM મોદી

ગુજરાતના અડાલજના ત્રિમંદિર ખાતે ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સલન્સ’નું ઉદ્ઘાટન કરવા પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે આજે ગુજરાતમાં એક કરોડથી વધુ વિદ્યાર્થીઓની હાજરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 20 હજાર શાળાઓ શિક્ષણના 5G યુગમાં પ્રવેશવા જઈ રહી છે. આ દરમિયાન PM એ 5G વિશે કહ્યું કે જો મારે આ ટેક્નોલોજીને ગામડાની ભાષામાં સમજાવવી હોય તો હું કહીશ કે જો 4G સાઇકલ હોય તો 5G એ વિમાન છે. PM મોદીએ કહ્યું કે આજે આપણે 5G, સ્માર્ટ સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ ટીચિંગથી આગળ વધીને આપણી શિક્ષણ પ્રણાલીને આગલા સ્તર પર લઈ જઈશું. હવે વર્ચ્યુઅલ રિયાલિટીની શક્તિ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો અનુભવ શાળાઓમાં પણ થઈ શકશે. તેમણે કહ્યું કે અંગ્રેજી ભાષામાં વાંચન અને લેખન એ બૌદ્ધિક હોવાનો પર્યાય બની ગયો છે જ્યારે ભાષા માત્ર વાતચીતનું માધ્યમ છે. હવે અમે ભારતીય ભાષાઓમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને મેડિસિનનો અભ્યાસ કરવાના વિકલ્પો પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

PM શ્રી શાળાઓ દેશભરમાં ખુલશે

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હું પોતે ગામડે ગામડે ગયો અને તમામ લોકોને વિનંતી કરી કે તેઓ તેમની દીકરીઓને શાળાએ મોકલે. પરિણામ એ આવ્યું કે આજે ગુજરાતમાં લગભગ દરેક દીકરા-દીકરી સ્કૂલે પહોંચવા લાગ્યા છે, સ્કૂલ પછી કૉલેજ જવા લાગ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે દેશભરમાં સાડા 14 હજારથી વધુ પીએમ શ્રી શાળાઓ બનાવવાનો નિર્ણય લીધો છે. આ શાળાઓ સમગ્ર દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે મોડેલ શાળાઓ હશે.

નવા મિશનમાં આ ખાસ છે

કુલ રૂ. 10,000 કરોડના ખર્ચ સાથે ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ મિશનની પરિકલ્પના કરવામાં આવી છે. ત્રિમંદિર ખાતેના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ લગભગ 4260 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા. મિશન ગુજરાત રાજ્યમાં નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસ રૂમ, કોમ્પ્યુટર લેબ અને એકંદરે શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન દ્વારા શિક્ષણના માળખાને મજબૂત બનાવવામાં મદદ કરશે.

આ પણ વાંચો : પાકિસ્તાનની હેકડી કાઢી નાખશે વાયુસેના, ભારત સરહદ પાસે બનાવશે એરબેઝ, PM મોદીએ કર્યો શિલાન્યાસ

Back to top button