ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતસ્પોર્ટસ

86 બાઉન્ડ્રી, 7 સિક્સર સાથે 498 રન! કોણ છે આ ગુજરાતી છોકરો, જેણે રચ્યો નવો ઇતિહાસ?

  • 18 વર્ષના ક્રિકેટરે બ્રાઇન લારા કરતાં પણ વધુ રન બનાવવીને ઇતિહાસનું એક પાનું પોતાને નામે કરી લીધું

HD ન્યૂઝ ડેસ્ક, 26 સપ્ટેમ્બર: ક્રિકેટમાં દરરોજ મોટા સ્કોર બને છે, પરંતુ એક ગુજરાતી બેટ્સમેને 498 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો છે. યુવા ક્રિકેટરે પોતાની મેરેથોન ઇનિંગ્સમાં 86 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બ્રાયન લારાના નામે છે. લારાએ 2004માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ઈનિંગમાં એકલા હાથે 400 રન બનાવ્યા હતા. લારાનો આ રેકોર્ડ છેલ્લા 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અકબંધ છે. પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે, એક 18 વર્ષના ક્રિકેટરે લારા કરતા પણ વધુ રન બનાવવાનું મોટું કારનામું કરી બતાવ્યું છે.

કોણ છે આ યુવા ક્રિકેટર?

આ યુવા ક્રિકેટર ગુજરાતનો છે અને તેનું નામ દ્રોણ દેસાઈ છે. 18 વર્ષની નાની ઉંમરે દ્રોણ દેસાઈએ 450થી વધુ રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે આ યુવા ક્રિકેટરનું નામ રેકોર્ડ બુકમાં નોંધાઈ ગયું છે. યુવા ક્રિકેટર માત્ર 2 રનથી 500 રન બનાવવાનું ચૂકી ગયો હતો. હવે આ ક્રિકેટરની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ગુજરાતના ગાંધીનગરમાં દિવાન બલ્લુભાઈ કપ અંડર-19 ટુર્નામેન્ટ દરમિયાન દ્રોણ દેસાઇએ આ મહાન સિદ્ધિ હાંસલ કરી હતી.

દ્રોણ દેસાઈએ તેની સ્કૂલ સેન્ટ ઝેવિયર્સ (લોયોલા) માટે શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જે.એલ. ઈંગ્લિશ સ્કૂલ સામેની મેચમાં મેરેથોન 498 રન ફટકાર્યા હતા. દેસાઈએ 320 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે પોતાની ઇનિંગમાં 7 સિક્સ અને 86 ફોર ફટકારી હતી. દેસાઈની આ શાનદાર ઈનિંગની મદદથી સેન્ટ ઝેવિયર્સે જેએલ ઈંગ્લીશ સ્કૂલ પર એક દાવ અને 712 રનથી મોટી જીત નોંધાવી હતી.

રેકોર્ડ બુકમાં નામ નોંધાયું

દ્રોણ દેસાઈ આ ઈનિંગને કારણે પસંદગીના ક્રિકેટરોની ક્લબમાં સામેલ થઈ ગયો છે જેમની પાસે 450થી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. એટલું જ નહીં, તેણે ગુજરાતમાં ઇન્ટર સ્કૂલ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે અરમાન જાફર સાથે સંયુક્ત રીતે ભારતમાં 5મો સૌથી વધુ સ્કોરર બન્યો છે. દેસાઈ પહેલા માત્ર પાંચ બેટ્સમેન – મુંબઈના પ્રણવ ધનાવડે (1009 અણનમ), પૃથ્વી શૉ (546), ડૉ. હવેવાલા (515), ચમનલાલ (506 અણનમ) અને અરમાન જાફરે (498) એક ઇનિંગ્સમાં 498 કે તેથી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

2 રનથી ચૂક્યા બાદ પણ ખુશ

રેકોર્ડ ઈનિંગ્સ રમ્યા બાદ દ્રોણ દેસાઈએ કહ્યું કે, “તેને ખબર ન હતી કે તે 500ની આટલી નજીક આવી ગયો છે. ત્યાં કોઈ સ્કોરબોર્ડ નહોતું, અને તેની ટીમે તેને કંઈપણ કહ્યું ન હતું.” તેણે કહ્યું કે, “તે પોતાનો સ્ટ્રોક રમવા ગયો, પરંતુ આઉટ થઈ ગયો.” જો કે બે રન ચૂકી ગયા બાદ પણ તે ખુશ છે.

આ પણ જૂઓ: ‘અન્ના ફોર અ રિઝન’ બુમરાહ અને જાડેજાએ અશ્વિનની ઉડાવી મજાક, જૂઓ વીડિયો

Back to top button