કચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લાના ૪૯ ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ મળશે

Text To Speech

સુરેન્દ્રનગર, ૩ માર્ચ, ૨૦૨૫: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા સુકો ભઠ્ઠ હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાના વધારાના વહી જતા નીરને ‘સૌની યોજના’ થકી સૌરાષ્ટ્રને આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ‘જે બોલે છે તે કરે છે’ તે મંત્રને ચરિતાર્થ કરતા સુરેન્દ્રનગરના વઢવાણ, મુળી તથા સાયલા તાલુકાના ૩૮ ગામોને સૌની યોજના થકી સિંચાઈનો લાભ આપવામાં આવશે, આ માટેની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.

આ સિવાય હળવદના ૧૧ ગામોને પણ આ યોજના હેઠળ પાણી આપવા માટે રૂ. ૪૧ કરોડના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે‌, આમ કુલ ૪૯ ગામોને નર્મદાના પાણીનો લાભ મળશે તેમ‌, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું.

મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું કે, આ સિવાય સૌની યોજના હેઠળ વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં રૂ. ૨૯૩ કરોડના કામો મંજૂર કરીને તેના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. ઉપરાંત વધુમાં આ વિસ્તારના ૪૪ ગામોને સૌની યોજના હેઠળ પાણી મળી રહે તે માટે અગાઉ શરૂ કરાયેલી રૂ. ૨૬૫ કરોડની યોજના અંતિમ તબક્કામાં છે જેના પરિણામે અંદાજે ૨૭૦૭ હેક્ટર વિસ્તારને પિયતનો લાભ મળશે.

આ પણ વાંચો..AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ બુટલેગર સાથે માર્યા ઠુમકા: એકબીજાના ખભે હાથ રાખી ડાન્સ કરતા જોવા મળ્યા

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button