ગાંધીનગર, 04 સપ્ટેમ્બર 2024, ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે લોકોના ઘર અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતાં. રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે રાજ્યમાં કુલ 49 લોકોના મૃત્યુ થયાં છે. હવે વરસાદે વિરામ લેતાં વહિવટી તંત્ર દ્વારા નુકસાનીનો આંકડો એકત્ર કરવા તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે. આ વિગતો એકત્ર કરીને કેન્દ્ર સરકારને એક મેમોરેન્ડમ મોકલવામા આવશે. તે ઉપરાંત કેન્દ્રની ટીમ પણ નુકસાનીનો સરવે કરવા માટે ત્રણ દિવસ ગુજરાત આવશે.
4773 મકાનો ડેમેજ થતા તેઓને પણ રકમ ચૂકવાઈ
ગુજરાતનાં રાહત કમિશ્રનર આલોક પાંડેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પુરનાં લીધે 49 લોકોનાં મૃત્યુ થયા હતા. તેમજ 14 જીલ્લામાં અસર થઈ હતી. પુરનાં કારણે 1.69 લાખ લોકોને 8 કરોડથી વધુ કેશ ડોલ્સ ચૂકવાઈ છે. જેમાં 50,111 કુટુંબોને રકમ ચૂવવામાં આવી છે. જ્યારે 22 માનવ મૃત્યુમાં પણ ચૂકવણું થયું છે. જ્યારે 49ના મૃત્યુ થયા હતા જેઓને હવે સહાય ચૂકવાશે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે 4773 મકાનો ડેમેજ થતા તેઓને પણ રકમ ચૂકવાઈ છે.
વરસાદને કારણે જીલ્લાઓમાં ગ્રાન્ટ અપાઈ હતી
રાજ્યમાં રાજસ્થાનમાં અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન તૈયાર થયું હતું. જે ડિપ્રેશન કચ્છ થઈને અરબ સાગરમાં નીકળી ગયું હતું. ગુજરાતમાં 118 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ઝોનવાઈઝ 100 ટકા કરતા વધુ વરસાદ આવી ચૂક્યો છે. મુખ્યમંત્રી કક્ષાએ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમજ પ્રભારી સચિવોને જીલ્લામાં મોકલાયા હતા. પ્રભારી મંત્રીઓ જીલ્લામાં સમીક્ષા કરી હતી. તેમજ ભારે વરસાદને કારણે જીલ્લાઓમાં ગ્રાન્ટ અપાઈ હતી. સર્વેની કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃગુજરાતના 115 જળાશયો 100% ભરાયા, નર્મદા ડેમમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ