પાકિસ્તાનમાં ઈંધણની અછતના લીધે 48 ફ્લાઇટ રદ કરાઈ
- ફલાઇટ્સ રદ થતા હજારો મુસાફરો અટવાયા
- સ્ટેટ ઓઇલે ચૂકવણી ન કરવાને કારણે સપ્લાય બંધ કર્યો
- PIAને 23 અબજ રૂપિયા આપવા સરકારનો ઇનકાર
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) એ ઇંધણની ઉપલબ્ધતા ન હોવાને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ સહિત 48 ફ્લાઇટ્સ રદ કરી છે. PIAના પ્રવક્તાએ પાકિસ્તાની ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે મર્યાદિત ઈંધણ પુરવઠા અને ફ્લાઈટ્સ માટે ઓપરેશનલ સમસ્યાઓના કારણે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેટલીક ફ્લાઇટ્સનું ડિપાર્ચર શેડ્યૂલ રિશેડ્યુલ કરવામાં આવ્યું છે. જેના પરિણામે હજારો મુસાફરો રઝળી પડ્યા છે.
PIAએ
13 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને તેમાંથી 11 ઈન્ટરનેશનલ રૂટ પર ઈંધણની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ કરી છે. PIAના જણાવ્યા અનુસાર, રદ કરાયેલી ફ્લાઈટના મુસાફરોને વૈકલ્પિક ફ્લાઈટમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પેસેન્જરોને આ નિર્ણય બાદ તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા એરપોર્ટ પર પહોંચતા પહેલા PIA કસ્ટમર કેર, PIA ઓફિસ અથવા તેમના ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. PIAએ એક ડઝનથી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે જેમાં 16 આંતરરાષ્ટ્રીય અને આઠ સ્થાનિક ફ્લાઇટ્સ જ્યારે કેટલીક ફ્લાઇટ્સ મોડી કરવામાં આવી છે.
પાકિસ્તાનની સરકારી એરલાઈન્સનું ભવિષ્ય જોખમાયું
પાકિસ્તાને દુબઈ, મસ્કત, શારજાહ, અબુ ધાબી અને કુવૈત માટે ઉડાન રદ કરી હતી. PIAના પ્રવક્તાએ જણાવ્યું કે રદ કરાયેલી ફ્લાઇટ્સના મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ્સ દ્વારા તેમના ગંતવ્ય સ્થાનો પર મોકલવામાં આવ્યા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પ્લેન આગળ ઉડશે કે નહીં તે પણ હજુ સુધી નક્કી નથી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ લાંબા સમયથી તેના ઈંધણની ચૂકવણી કરી રહી નથી. પાકિસ્તાનની સરકારી કંપની પાકિસ્તાન સ્ટેટ ઓઇલે ચૂકવણી ન કરવાને કારણે સપ્લાય બંધ કરી દીધો છે. આ સંજોગોમાં પાકિસ્તાનની સરકારી એરલાઈન્સનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. પીઆઇએની વિનંતી છતાં સરકારે તેના સંચાલન માટે ૨૩ અબજ રુપિયા આપવાનો ઇન્કાર કર્યો છે. તેના લીધે સરકારી કંપનીની સ્થિતિ વધુ બગડી છે.
આ પણ વાંચો: પાકિસ્તાન સંકટ: ગરીબ પાકિસ્તાન છોડીને ભાગી રહ્યા છે અમીર, 10 લાખ લોકો અચાનક ગાયબ!