સરકારના MP-MLA સામે 48 કેસ, હાર્દિક પટેલ પર સૌથી વધુ
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા MP-MLA પરના પડતર કેસોના મુદ્દે સુઓમોટો જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારે હાઇકોર્ટમાં પ્રોગ્રેસ રીપોર્ટ રજુ કર્યો છે. રીપોર્ટમાં છેલ્લા બે મહિનામાં રાજ્યની વિવિધ અદાલતોમાં MP-MLA વિરુદ્ધ કુલ 48 કેસ લિસ્ટ થયા છે. જેમાં હાર્દિક પટેલ, રાઘવજી પટેલ, પરસોત્તમ સોલંકી, રાહુલ ગાંધી અને ચૈતર વસવા સહિત પર પડતર કેસ છે. આ યાદીમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સૌથી આગળ છે. રીપોર્ટને વિસ્તૃતમાં જોઈએ.
આ પણ વાંચો : હાર્દિક પટેલ સમન્સ છતાં ગેરહાજર, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કરી ટકોર
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે સૌથી વધુ કેસ
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ, ગુજરાત હાઈકોર્ટે કરેલ સુઓમોટો જાહેરહિતની અરજી સંદર્ભે સરકારે હાઈકોર્ટમાં પ્રોગ્રેસ રીપોર્ટ રજુ કર્યો છે. રીપોર્ટમાં MP-MLA સામે રાજ્યની વિવિધ કોર્ટમાં 48 કેસ લિસ્ટ થયા છે. જેમાં વિરમગામ વિધાનસભાના અને ભાજપના સૌથી યુવા ધારાસભ્ય હાર્દિક પટેલનું નામ સૌથી આગળ છે. આ લિસ્ટમાં હાર્દિક પટેલ સામે 8 કેસ છે જેમાં અમદાવાદમાં બે, જામનગર, લુણાવાડા, ગોધરા, પાટણ અને સુરતમાં એક-એક કેસ પડતર છે. આ સાથે જ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સૌથી આગળ છે.
અમદાવાદમાં સૌથી વધુ કેસ
આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજુ કરેલ રીપોર્ટના પડતર કેસના લિસ્ટમાં રાજ્યની અલગ-અલગ અદાલતોને આવરી લેવામાં આવી હતી. જેમાં છેલ્લા બે મહિનામાં MP-MLA પરના પડતર કેસમાં કુલ 48 પૈકી 13 કેસ અમદાવાદના છે. આ સાથે સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રોગ્રેસ રીપોર્ટ પ્રમાણે 13 કેસો સાથે અમદાવાદ સૌથી આગળ છે.
આ પણ વાંચો : મંત્રી રાઘવજી પટેલની વિભાગ ઓફિસમાં સરપ્રાઈઝ વિઝિટ, પછી થયું જોવા જેવું !
ભાજપના વર્તમાન મંત્રી રાઘવજી પટેલ અને પરષોત્તમ સોલંકી પણ સામેલ
સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રોગ્રેસ રીપોર્ટમાં ભાજપ સરકારના બે મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના કેબીનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ સામે અમદાવાદ એસીબી કોર્ટમાં એક કેસ પડતર છે. સાથે જ મત્સ્યોધ્યોગ વિભાગના રાજ્યકક્ષા મંત્રી તેમજ ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય એવા પરસોત્તમભાઈ સોલંકી સામે પણ અમદાવાદ એસીબી કોર્ટમાં એક કેસ પડતર છે. આ સાથે ભાજપ સરકારના બે મંત્રીઓ પણ આ લિસ્ટમાં સામેલ છે.
આ પણ વાંચો : સર્વેમાં દાવો : શું રાહુલ ગાંધીની લોકપ્રિયતા ‘ભારત જોડો યાત્રા’થી વધી ?
રાહુલ ગાંધી સામે ત્રણ કેસ
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી કરી હતી એમાં સરકાર દ્વારા હાઈકોર્ટને રજુ કરેલ રીપોર્ટમાં MP-MLA પડતર કેસના લિસ્ટમાં કોગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું પણ નામ સામેલ છે. રાહુલ ગાંધી સામે ત્રણ કેસ પડતર છે જેમાં અમદાવાદમાં બે અને સુરતમાં એક કેસ પડતર છે. આ સાથે જ આ લિસ્ટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પણ સામેલ છે.
આ પણ વાંચો : જીત મેળવ્યા બાદ આપના ધારાસભ્ય એક્શન મોડમાં, હોસ્પિટલની બેદરકારીનો કર્યો પર્દાફાશ
APPના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ પણ સામેલ
ગુજરાત વિધાનસભા 2022માં APPને 182માંથી 5 સીટ મળી હતી જેમાં ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર ચૈતર વસાવા વિજેતા થયા હતા. હાલ ચૈતર વસાવા ડેડિયાપાડામાં લોકોના પ્રશ્નોનું સમાધાન કરી તેનો અવાજ બનીને કામ કરી રહ્યો છે. ધારાસભ્ય ચૈતર વસવાનું પણ સરકાર દ્વારા અપાયેલ પડતર કેસના લિસ્ટમાં નામ સામેલ છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં 4 કેસ પડતર છે. આમ ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ લિસ્ટમાં સામેલ છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી હારેલા 4 ઉમેદવારોના હાઈકોર્ટમાં ઘા, જાણો શું છે આક્ષેપ ?
આમ, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી કરી હતી. જે અંતર્ગત સરકારે હાઈકોર્ટને પ્રોગ્રેસ રીપોર્ટ આપ્યો હતો. ભાજપના હાર્દિક પટેલ, રાઘવજી પટેલ, પરષોત્તમ સોલંકી, તો કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી તેમજ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા સહિત અન્ય MP-MLA સામેલ છે. આ પડતર કેસોની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.