ધંધા રોજગારીને વેગ આપવા રાજ્યમાં 42 ઔદ્યોગિક પાર્કમાં 47.95 કરોડનું રોકાણ
ગુજરાતમાં વધુમાં વધુ મૂડી રોકાણ થવાની સાથે દરેક તાલુકામાં ઉદ્યોગો સ્થપાય તેવું આયોજન રાજ્ય સરકાર કરી રહી હોવાનું ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
ઔદ્યોગિક પાર્ક યોજના હેઠળ ઇનફાસ્ટ્રક્ચર અને બિલ્ડીંગ મૂડી રોકાણ અંતર્ગત પ્રશ્નના પ્રત્યુતરમાં ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ‘ઔદ્યોગિક પાર્ક યોજના’ હેઠળ 42 ઔદ્યોગિક પાર્કની નોંધણી કરવામાં આવી છે, જેમાં 47 .95 કરોડ મૂડી રોકાણ થયેલ છે. ઔદ્યોગિક પાર્ક માટે જમીન વિસ્તાર અંતર્ગત મંત્રી જણાવ્યું કે ઔદ્યોગિક વિસ્તાર માટે 20 હેક્ટર અને વનબંધુ વિસ્તાર માટે પાંચ હેક્ટર જમીન હોવી જરૂરી છે.
આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓમાં 53 તાલુકાઓમાં સહાય
સુરત જિલ્લા અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે સુરતમાં આઠ ઔદ્યોગિક પાર્કની નોંધણી થયેલ છે જેમાં 736 કરોડ સૂચિત મૂડી રોકાણ છે. ઔદ્યોગિક પાર્કની નોંધણીની સત્તા ઉદ્યોગ કમિશનર પાસે છે. આદિજાતિ વિસ્તારના ઔદ્યોગિક પાર્ક અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓમાં 53 તાલુકાઓમાં યોજના અંતર્ગત સહાય કરવામાં આવી છે.
આટલી મર્યાદામાં મળે છે સહાય
ઔદ્યોગિક પાર્ક યોજના સહાય માટે મૂડી રોકાણના 25 ટકા, પરંતુ 30 કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. હોસ્ટેલ-ડોરમેટરી માટે નવા બિલ્ડીંગ બાંધકામના મૂડી રોકાણના 25 ટકા પરંતુ 80 કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. વનબંધુ તાલુકાઓમાં આ સહાય મૂડી રોકાણના 50 % પરંતુ 30 કરોડની મર્યાદામાં આપવામાં આવે છે.
પાંચ વનબંધુ તાલુકામાં રૂ.213 કરોડ સૂચિત મૂડી રોકાણ
ભારત સરકારની સહાય અંતર્ગત મંત્રી જણાવ્યું કે, ઔદ્યોગિક પાર્ક માટે ભારત સરકારની સહાય મેળવવામાં આવી હશે તો પ્રોજેક્ટ ખર્ચના 60 ટકાથી તેમજ વનબંધુ તાલુકામાં 80 ટકા સહાય માટે પાત્ર રહેશે. મંત્રીએ સુરત જિલ્લાના વનબંધુ તાલુકામાં ઔદ્યોગિક પાર્ક અંતર્ગત જણાવ્યું કે, પાંચ વનબંધુ તાલુકામાં રૂ.213 કરોડ સૂચિત મૂડી રોકાણ થયેલ છે.
આ પણ વાંચો : પતિને જેલ ભેગો કર્યા બાદ રાખી સાવંત પોતે બનશે પોલીસ, આ ફિલ્મમાં જોવા મળશે