ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતની લોકઅદાલતમાં 4,64,919 કેસોનો નિકાલ થયો, જાણો કેટલા કરોડનું વળતર ચૂકવાયું

  • સુરતમાં સૌથી વધુ કેસોના નિકાલમાં પ્રથમ નંબરે છે
  • મેટ્રોપોલિટન કોર્ટોમાં કુલ 15514 કેસોમાંથી 11938 કેસોનો લોક અદાલતમાં નિકાલ
  • અકસ્માતના વળતર અંગેના 100થી વધુ કેસોનો સમાધાનકારી નિકાલ

ગુજરાતની લોકઅદાલતમાં 4,64,919 કેસોનો નિકાલ થયો છે. જેમાં રૂ.2.50 કરોડનું વળતર ચૂકવાયું છે. HCના ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં વિવિધ સ્થળે લોકઅદાલત યોજાઈ છે. જેમાં મેટ્રો કોર્ટ, સિટી સિવિલ કોર્ટ, ગ્રામ્ય કોર્ટમાં મોટી સંખ્યામાં કેસનો સુખદ નિકાલ થયો છે.

આ પણ વાંચો:

સુરતમાં સૌથી વધુ કેસોના નિકાલમાં પ્રથમ નંબરે છે

ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયમાં પણ ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ અને સ્થાનિક જિલ્લા સેવા સમિતિઓ દ્વારા જિલ્લા-તાલુકા કોર્ટોમાં વિવિધ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આખા રાજ્યમાં 464919 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં સુરતમાં સૌથી વધુ કેસોના નિકાલમાં પ્રથમ નંબરે છે. જ્યારે અમદાવાદ મેટ્રોકોર્ટ બીજા ક્રમઆવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કેમ બેવડી ઋતુનો થઇ રહ્યો છે અનુભવ

મેટ્રોપોલિટન કોર્ટોમાં કુલ 15514 કેસોમાંથી 11938 કેસોનો લોક અદાલતમાં નિકાલ

જેમાં ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં તો, મોટર વાહન અકસ્માતના એક કેસમાં મૃત્યુ પામનાર મૃતકના વારસોને વીમાકંપની તરફ્થી ત્રણ કરોડ રૂપિયાના દાવા સામે રૂ.1.60 કરોડની માતબર રકમનું વળતર ચૂકવાયું હતું. આ જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વીમાકંપનીએ આવા જ એક મૃતકના વારસોને રૂ.90.90 લાખનું ઉંચુ વળતર ચૂકવ્યું હતું. મેટ્રોપોલિટન કોર્ટોમાં કુલ 15514 કેસોમાંથી 11938 કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા, હજુ ભાવ વધશે 

અકસ્માતના વળતર અંગેના 100થી વધુ કેસોનો સમાધાનકારી નિકાલ

રાષ્ટ્રીય લોક અદાલતમાં ઘી કાંટા ફેજદારી કોર્ટ(મેટ્રોપોલિટન કોર્ટ્સ), સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આંખે ઉડીને વળગે તેવી કેસોના નિકાલની નોંધપાત્ર કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં લોક અદાલતમાં ફેજદારી ગુનાઓ, નેગોશિએબલ ઇનસ્ટુમેન્ટ એકટ, મની રિકવરી, મોટર એકસીડેન્ટ કલેઇમ, લેબર-અમ્પ્લોયર, વીજળી, પાણી, છૂટાછેડા સિવાયના લગ્ન તકરારના કેસો, જમીન તકરારના કેસો, નિવૃત્તિ લાભો સહિતના કેસોના નિકાલની કામગીરી હાથ ધરાઇ હતી. ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે મોટર વાહન અકસ્માતના વળતર અંગેના 100થી વધુ કેસોનો સમાધાનકારી નિકાલ કરી તેમાં વળતરના હુકમો થયા હતા.

Back to top button