ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકાના ટેક્સાસમાં એક ટ્રકની અંદરથી 46 મૃતદેહ મળ્યા, મેક્સિકોથી ગેરકાયદે રીતે ઘૂસવાના પ્રયાસમાં હતા

Text To Speech

અમેરિકાના ટેક્સાસમાં એક ટ્રકની અંદરથી 46 પ્રવાસીના મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહો ટેક્સાસના સાન એન્ટોનિયો શહેરથી સોમવારે જપ્ત કરવામાં આવ્યા હતા. સાન એન્ટોનિયોની KSAT ચેનલે જણાવ્યું કે આ ટ્રક શહેરના દક્ષિણ તરફ બહારના વિસ્તારના અંતરિયાળ રેલવે ટ્રેકની પાસેથી મળ્યો છે. જો કે સાન એન્ટોનિયોની પોલીસે હજુ તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. KSAT ના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં પોલીસની ગાડીઓ અને એન્બ્યુલન્સ એક મોટા ટ્રકની ચારેતરફ દેખાઈ રહી છે.  મળતી વિગત મુજબ ટ્રકના કન્ટેઇનરમાં 100 જેટલા લોકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. તેમને 18 પૈડાંવાળી આ ટ્રકમાં ભરીને ગેરકાયદે રીતે સરહદ પાર કરવામાં આવી રહી હતી.

KSAT ના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં પોલીસની ગાડીઓ અને એન્બ્યુલન્સ એક મોટા ટ્રકની ચારેતરફ દેખાઈ રહી છે.

મોતનું કારણ હજુ અકબંધ
મળતી માહિતી મુજબ, 4 બાળક સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ટ્રકમાં બેઠેલા લોકોનાં મોત કેવી રીતે થયાં એ હજુ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે હજી સુધી કશું જણાવ્યું નથી. સાન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે. ટ્રકના બંધ કન્ટેઇનરમાં ગૂંગળામણને કારણે પ્રવાસીનાં મોત થયાની આશંકા છે. મેક્સિકન વિદેશમંત્રી માર્સેલો એબ્રાર્ડે કહ્યું હતું કે પીડિતોની નાગરિકતા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. દૂતાવાસના અધિકારીઓ તેમની ઓળખ માટે સ્થળ પર પહોંચી રહ્યા છે.

16 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
સિટી કાઉન્સિલના પ્રમુખ એડ્રિયાના રોચા ગાર્સિયા પ્રમાણે ટ્રકમાં મૃત મળેલા લોકો પ્રવાસી છે. તેમણે જણાવ્યું કે સાન એન્ટોનિયો પોલીસ પ્રમુખે તેમને આ વાતની જાણકારી આપી છે. CNNના જણાવ્યા પ્રમાણે રોચા ગાર્સિયા સાન એન્ટોનિયાના ડિસ્ટ્રિક્ટ-4નું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોમવારે રાત્રે જણાવ્યું કે 16 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ત્રણ પ્રવાસીઓને મેથોડિસ્ટ મેટ્રોપોલિયન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ મૃત્યુ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. એબોટે કહ્યું હતું કે આ મોત ઘાતક ખુલ્લી સરહદની નીતિના કારણે થયાં છે.

ટેક્સાસના ગવર્નરે US પ્રેસિડેન્ટને જવાબદાર ગણાવ્યા
ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ મૃત્યુ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. એબોટે કહ્યું હતું કે આ મોત ઘાતક ખુલ્લી સરહદની નીતિના કારણે થયાં છે. એન્ટોનિયો શહેરમાં ઉનાળાના મહિનાઓમાં તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે. સોમવારે અહીંનું તાપમાન 39.4 ડીગ્રી સેલ્સિયસ હતું.

Back to top button