ખેડામાં 6 મહિનામાં 4500 જેટલા ઉમેદવારોને મળી રોજગારી
- જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
- રોજગારવાંચ્છુઓને પ્રાધાન્ય મળે તેવો અનુરોધ કરાયો
- બેઠકમાં રોજગારને લગતી માહિતી પૂરી પાડવામાં આવી
ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા રોજગાર અધિકારી નિશાંત શુક્લએ રોજગારને લગતી કામગીરીની માહિતી આપી અનુબંધમ પોર્ટલ વિશે સલાહકાર સમિતિને માહિતગાર કર્યા હતા. જિલ્લા ક્લેક્ટર કે.એલ.બચાણીએ જિલ્લા રોજગાર કચેરીની કામગીરી બિરાદાવી હતી. તેમણે જણાવ્યું કે, કચેરી દ્વારા માત્ર 6 મહિનામાં 4500 જેટલા ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે. સાથોસાથ ક્લેકટર દ્વારા દેશમાં બીજા ક્રમાંકે આવેલી રૂડસેડ સંસ્થાની સલાહકાર સમિતિને માહિતી આપી હતી.
46 એકમો પૈકી 1500 કરોડના MOU કરાયા
આ ઉપરાંત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓને જિલ્લામાં રોજગારીની જરૂરિયાત ઉભી થાય ત્યારે કંપનીના માલિકો ખેડા જિલ્લાના રોજગારવાંચ્છુઓને પ્રાધાન્ય આપે તેવી વ્યવસ્થા ઊભી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે, ખેડા જિલ્લામાં 46 એકમો પૈકી 1500 કરોડના MOU કરાયા હતા. જેમાં મોટા ભાગે જિલ્લામાં 5500 જેટલા ઉમેદવારોને રોજગારી મળી રહે તે નિશ્ચિત કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે.
આ કાર્યક્રમમાં અધિકા નિવાસી ક્લેકટર બી.એસ.પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: રોજગાર મેળા હેઠળ મંગળવારે 51,000 નિમણૂક પત્રોનું વિતરણ થશે