ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં થશે રૂ. 450 કરોડનો અધધ ખર્ચ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજવા માટે કેન્દ્રીય રાજ્ય ભંડોળમાંથી આશરે રૂ. 450 કરોડ ખર્ચવામાં આવનાર છે. તેની દેખરેખ ચૂંટણી પંચની દેખરેખ હેઠળ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કરશે. દરેક વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં તમામ ખર્ચનો હિસાબ મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રહે છે. દરેક ચૂંટણી પછી સીઈઓની ઓફિસ ચૂંટણીમાં ખર્ચવામાં આવેલા નાણાંની તમામ વિગતો આપે છે.
ગુજરાત સરકારે શું કહ્યું
ગુજરાત સરકારે તેના વાર્ષિક બજેટમાં આ વિધાનસભા ચૂંટણી માટે 387 કરોડ આપવાની વાત કરી છે. જો કે, રાજ્યના ચૂંટણી અધિકારીઓએ TOIને જણાવ્યું છે કે આ ચૂંટણીનો ખર્ચ લગભગ 450 કરોડ છે. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે સરકારે 250 કરોડ આપવાની વાત કરી હતી, પરંતુ ચૂંટણી બાદ આ આંકડો વધીને 326 કરોડ થઈ ગયો હતો.ત્યાર સુધીમાં આ આંકડો પણ ઘણો વધી ગયો હતો.
ખર્ચ કેમ વધશે
સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણીમાં 387 કરોડનું બજેટ મળ્યા બાદ પણ આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવામાં લગભગ 450 કરોડનો ખર્ચ થઈ શકે છે. કારણ કે આ ચૂંટણીમાં મતદાન મથકમાં વધારો થતાં સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ માટે વધુ વાહનોનો ઉપયોગ કરવો પડશે, જેમાં વધુ તેલનો વપરાશ થશે.
2017માં રાજકીય પક્ષોએ કેટલા પૈસા ખર્ચ્યા
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ કહ્યું હતું કે કુલ 111 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે તેમનો કુલ ખર્ચ 18 કરોડ રૂપિયા છે. સૂત્રોનું માનીએ તો આ વખતે રાજકીય પક્ષો પહેલા કરતા બમણા ખર્ચ કરવાના છે. આ વખતે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. આ વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર, લોકગાયક જીગ્નેશ કવિરાજ લડી શકે છે ચૂંટણી