ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં જલ્લીકટ્ટુ ઉત્સવમાં મોટી દુર્ઘટના, બે પોલીસકર્મી સહિત 45 લોકો ઘવાયા

Text To Speech

મદુરાઈ (તમિલનાડુ), 15 જાન્યુઆરી: તમિલનાડુના અવનિયાપુરમમાં જલ્લીકટ્ટુ દરમિયાન બે પોલીસ કર્મચારીઓ સહિત 45 લોકો ઘવાયા છે. જેમાંથી 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને સારવાર માટે મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તમિલનાડુમાં લણણીનો તહેવાર પોંગલ ઉજવવામાં આવી રહ્યો છે. મદુરાઈ જિલ્લાના અવનિયાપુરમમાં સોમવારથી બુલ ટેમિંગની રમત જલ્લીકટ્ટુ શરૂ થઈ હતી. જેમાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પહેલા તમિલનાડુના પુદુક્કોટ્ટાઈમાં 29 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

જલ્લીકટ્ટુની રમત કેટલો સમય ચાલશે?

જલ્લીકટ્ટુના આયોજન માટે લગભગ એક હજાર બળદ અને 600 આખલા ટેમર્સ એટલે કે આખલાને નિયંત્રણ કરનારાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રમત આજે એટલે 15 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી અને આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. આ ઉપરાંત, આ શુભ અવસર પર રાજ્યભરના લોકોએ સમૃદ્ધિના પ્રતીક તરીકે ચોખા અને ગોળથી બનેલી મીઠી વાનગી ‘પોંગલ’ તૈયાર કરીને ‘થાઈ’ના શુભ તમિલ મહિનાની શરૂઆત કરી છે.

જલ્લીકટ્ટુ કેવી રીતે રમાય છે?

જલ્લીકટ્ટુ મટ્ટૂ પોંગલના દિવસે આયોજિત થનારી એક પરંપરાગત રમત છે. જેમાં બળદને લોકો દ્વારા નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ રમતમાં એક વાડીમાંથી બળદને છોડવામાં આવે છે અને જે વ્યક્તિ 15 મીટરની અંદર બળદને પકડી લે છે તો તે રમત જીતી જાય છે. જે પણ વ્યક્તિ બળદ પર કૂદીને કે લટકીને 15 મીટર સુધી દૂર જાય છે, તો તે વિજેતા બને છે. આ દરમિયાન કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થાય છે. તો બીજી તરફ, આ રમત એટલી ઘાતકી છે કે અત્યાર સુધી કેટલાક લોકોનાં મૃત્યુ પણ થઈ ચૂક્યાં છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો પોંગલ શા માટે ઉજવાય છે અને શું છે તેની અનોખી પરંપરા ?

Back to top button