ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

BREAKING: બનાસકાંઠામાં 45 પાકિસ્તાનીઓની અટકાયત કરાઈ, તપાસનો ધમધમાટ શરુ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્કઃ હાલ બનાસકાંઠાથી એક સનસનાટી સમાચાર સામે આવી રહ્યા છે. વાવના માવસરી પોલીસે 45 પાકિસ્તાનીઓની અટકાયટ કરી છે.  આ  45 પાકિસ્તાનીઓ માવસરીના આકોલી ગામમાં ખેત મજૂરી કરતા હતા.

વિઝા પર અહીં આવ્યા હતા: વધુ માહિતીમા લગભગ 8 પરીવારો આ વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા હતા. પોલીસ દ્રારા અટકાયટ કરીને આ લોકોને પાલનપુર હાલ લઈ જવાયા છે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ ગેરકાયદેસર ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓનો પ્રવાસી વિઝા પર અહીં આવ્યા હતા. આ લોકોના વિઝા પુરા થઇ ગયા છતાં આ લોકો અહીં માવસારી તાલુકાના આકોલી ગામમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. આ અંગેની જાણ થતા સ્થાનિક પોલીસે વાવના માવસરી પોલીસ મથકની હદમાંથી ઝડપી પાડ્યા છે.

 ભારતમાં આવ્યા હતાઃ માહિતી પ્રમાણે 8 પરીવાર પાકિસ્તાનમાં ભુખ મરો હોવાથી હરિદ્વાર દર્શન કરવા માટે વિઝા મેળવીને ભારતમાં આવ્યા હતા. ત્યાર બાદ વાધા બોર્ડથી તેઓ રાજસ્થાન આવીને ગુજરાતમાં આવ્યા હતા, ત્યાર બાદ તેઓ બનાસકાંઠાના માવસરીના આકોલી ગામમાં જઈને વસવાટ કર્યા હતો

પહેલા પણ એક પાકિસ્તાની ઝડપાયોઃ બીએસએફ જવાનોએ થોડા સમય પહેલા પણ એક પાકિસ્તાની નાગરિકોને આંતરરાષ્ટ્રીય સરહદ પાક કરતા ઝડપી પાડ્યો હતો.

Back to top button