ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં સિઝનનો 43% વરસાદ, 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; છેલ્લા 10 દિવસમાં જ 33 ટકા વરસાદ

રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. જૂન મહિનામાં સરેરાશ અઢી ઇંચ વરસાદની સામે જુલાઇના 12 દિવસમાં જ સરેરાશ 12 ઇંચ વરસાદ થયો છે. રાજ્યમાં સરેરાશ વરસાદની સામે અત્યાર સુધી કુલ વરસાદ 43 ટકા થયો છે. ગત વર્ષે અત્યારના સમય સુધી રાજ્યમાં 17.70 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ સમય સુધી 25 ટકા વધારે વરસાદ છે. છેલ્લા 10 દિવસમાં 33 ટકા વરસાદ થયો છે. 2015થી આજ સુધી આ સમય દરમિયાનનો આ સૌથી વધારે વરસાદ છે. 2020માં 12મી જુલાઇ સુધી 30 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં જળાશયોમાં 6 દિવસમાં જળસંગ્રહમાં 9 ટકા વધારો થયો છે. રાજ્યના 15 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ થયો છે. 37 તાલુકાઓમાં 20થી 40 ઇંચ સુધી વરસાદ થયો છે.

2017 બાદ 2022માં જુલાઈમાં સારો વરસાદ
છેલ્લા 8 વર્ષનો જુલાઇ મહિનાના વરસાદના આંકડાઓ જોઇએ તો, 2017માં સૌથી વધારે વરસાદ 525 મીમી જુલાઇ મહિનામાં થયો હતો. હાલમાં 12મી તારીખ સુધી જ 300 મીમી વરસાદ થઇ ગયો છે અને હજૂ વરસાદની સંભાવનાને પગલે 2017નો રેકોર્ડ તૂટી શકે છે. રાજ્યમાં 13 જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે.અન્ય 13 જળાશયો 80 ટકાથી વધુ ભરેલા છે.

15 તાલુકામાં 40 ઇંચથી પણ વધારે વરસાદ
રાજ્યના 15 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ થયો છે. 37 તાલુકાઓમાં 20થી 40 ઇંચ સુધી વરસાદ થયો છે. માત્ર 10 દિવસમાં જ ગુજરાતમાં 33 ટકા વરસાદ ખાબક્યો છે. જે 8 વર્ષનો સીઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. સરખામણી કરીએ તો, ગત વર્ષ કરતા અત્યાર સુધીમાં 25 ટકા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષ કરતા 58 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 15 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના જળાશયોમાં 46 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં 48 ટકા પાણીનો જથ્થો છે અને હાલમાં જળસપાટી 117 મીટરથી વધારે છે. વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઇ રહી છે. ગત 5 જુલાઇ સુધી રાજ્યના જળાશયોમાં જળસંગ્રહ 37 ટકા હતો જે વધીને હવે 46 ટકા થયો છે.

નર્મદા ડેમાં 48 ટકા જથ્થો ભરાયો 
તો ગુજરાતના ડેમ અને જળાશયો પણ છલકાયા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 48 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૧૫૯૪૦૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૭૧% છે જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં ૭% જેટલો વઘારો થયો છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨૫૧૨૦૯  એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ – ૧૮  જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૧ જળાશય છે.

Back to top button