42 વર્ષની પ્રિયંકાએ પતિ સાથે આપ્યા એક્સ્ટ્રીમ હોટ પોઝ, બિકિની પહેરી લગાવી આગ
- પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ અને પુત્રી માલતી સાથે ફ્રાંસમાં રજાઓ માણી રહી છે, તેણે બિકિનીના ફોટો શેર કર્યા છે, હોટ પોઝ આપીને તેણે આગ લગાવી છે
HD ન્યુઝ ડેસ્કઃ દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેની આગામી હોલિવુડ ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, ત્યારબાદ તે તેના પરિવાર સાથે વેકેશન મોડ પર છે. હાલમાં જ તે તેના પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી જોનાસ સાથે ફ્રાંસમાં રજાઓ માણવા ગઈ હતી. હવે ત્યાંથી તેની ઘણી હોટ તસવીરો સામે આવી છે. હોટ પોઝ આપીને પ્રિયંકા જાણે આગ લગાવી રહી છે
વેકેશન દરમિયાન અભિનેત્રીનો હોટનેસ ભરેલો અંદાજ જોવા મળ્યો હતો. અભિનેત્રીએ તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે દક્ષિણ ફ્રાન્સના વેકેશનની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં તેનો ગ્લેમરસ લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે. બિકીનીથી લઈને લાંબા ડ્રેસ સુધી પ્રિયંકાની સ્ટાઈલ દરેકના દિલ ચોરાઈ રહી છે.
તસવીરોમાં તેનો બોલ્ડ અને સુંદર લુક જોઈ શકાય છે. એટલું જ નહીં આ તસવીરોમાં પ્રિયંકા હોટ બિકિની વેરમાં જોવા મળી રહી છે. પ્રિયંકા 42 વર્ષની હોવા છતાં તેની હોટ અદાઓ જબરજસ્ત છે.
આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા બ્રાઉન કલરની બિકીની પહેરીને યાટ પર સૂઈને સનબાથ લઈ રહી છે. અભિનેત્રીના ફોટાએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
તસવીરોમાં પીસી તેના પતિ નિક જોનાસની બાહોમાં પોઝ આપતી પણ જોવા મળી હતી. નિક-પ્રિયંકાની જોડી હંમેશા ફેન્સને પસંદ આવી છે.
પ્રિયંતા તેની પ્રિય પુત્રી માલતી સાથે પોઝ આપી રહી છે. તસવીરોમાં નિક જોનસ માલતીને ખોળામાં પકડીને બેઠો છે. ઑફવ્હાઈટ ડ્રેસમાં માલતી કુલ ગ્લાસ પહેરીને સમુદ્ર તરફ જોઈ રહી છે. પીસીની આ તસવીરો દક્ષિણ ફ્રાન્સના એક વિચિત્ર ટાપુની છે. અભિનેત્રી તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે યૉટ રાઈડ પર ગઈ છે. અભિનેત્રી બિકીની, બ્રાલેટ ટોપ અને ક્રોશિયા ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. 42 વર્ષની ઉંમરે પણ પ્રિયંકાનું કર્વી ફિગર અનેક યુવા અભિનેત્રીઓને માત આપે છે.
આ પણ વાંચોઃ આલિયા સાથે ધમાલ મચાવશે રણબીર અને વિક્કી, ‘લવ એન્ડ વોર’ની નવી રિલીઝ ડેટ જાહેર