ઉત્તર ગુજરાતગુજરાત

નડાબેટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં 16 દેશોના 42 પતંગબાજોએ ભાગ લીધો

Text To Speech

પાલનપુર, 12 જાન્યુઆરી 2024, ગુજરાતમાં વિવિધ સ્થળોએ પતંગ મહોત્સવની શરૂઆત બાદ ઉત્તર ગુજરાતની ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે 12મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ-વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

નડાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતાં મુખ્ય અતિથિ અનિલ ઠાકુર, આઈ.જી., ફ્રન્ટીયર, હેડ ક્વાર્ટર, ગુજરાત જણાવ્યું હતું કે, આ ગર્વ અને આનંદની ક્ષણ છે, ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે. ઉત્તરાયણનું મહત્વ મકરસંક્રાંતિ તરીકે સૂર્યદેવ સાથે પણ જોડાયેલું છે.ગુજરાતમાં 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે નડાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી છે.

આઈ લવ મોદી” પતંગે લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બેહરિન, કોલંબિયા, હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મડાગાસ્કર, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, રશિયા, સાઉદી અરેબિયા, સ્લોવેકીયા, શ્રીલંકા, યુ.એસ.એ સહિતના 16 દેશોના 42 પતંગબાજ, ભારતના કેરાલા, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, તેલંગણા સહિતના 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગવીરોના વિવિધ આકાર, કદ અને રંગબેરંગી પતંગો સહિત ” આઈ લવ મોદી” પતંગે લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું.

આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેકટર કાર્તિક જીવાણી, સેક્ટર કમાન્ડન્ટ શાહુ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, સુશ્રી નિમિતા ઠાકુર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.કે ગઢવી, આર.એફ.ઓ ચેતનસિંહ ભરાડા, બી.એસ.એફ 194 બટાલિયન કમાન્ડન્ટ, આસી.કમાન્ડન્ટ, બી.એસ.એફ 21 બટાલિયન ડેપ્યુટી કમાન્ડન્ટ સહિત જવાનો, પોલીસ કર્મચારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button