ગાંધીનગર: (Gujarat)દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે.(Guarat tourism) ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. (Diwali Vacation)પરિણામે બહોળી સંખ્યામાં (Tourist Come to Gujarat)પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યા છે.
42.75 લાખ લોકોએ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી
આ વર્ષે 11થી 20 નવેમ્બર 2023 સુધી દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી હતી. આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રૉપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
વિકાસ માટે બજેટ ફાળવણીમાં 346% વધારો
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. વર્ષ 2023-24ના રાજ્યના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના ફંડમાં 346%નો વધારો કરવામાં આવ્યો છે. હેરિટેજ અને ઇકો ટુરિઝમ માટે 10 હજાર કરોડ સૂચિત કરવામાં આવ્યા છે. યાત્રાધામની મુલાકાતે જતા શ્રધ્ધાળુઓના અનુભવને બહેતર બનાવવા માટે યાત્રાધામ વિકાસ માટે 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.
રાજ્યના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પ્રસિદ્ધ થયાં
તાજેતરમાં, ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ G-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.
ક્રમ | પર્યટન સ્થળ | મુલાકાતીઓની સંખ્યા |
1 | સ્ટેચ્યુ ઑફ યુનિટી | 3,03,894 |
2 | સ્મૃતિ વન – ભુજ | 36,391 |
3 | સીમાદર્શન – નડાબેટ | 57,948 |
4 | ગિરનાર રૉપ-વે – જુનાગઢ | 59,307 |
5 | સાસણગીર અને દેવળીયા પાર્ક | 70,634 |
6 | દાંડી સ્મારક – નવસારી | 27,972 |
7 | સૂર્ય મંદિર – મોઢેરા | 31,969 |
8 | રાણ કી વાવ – પાટણ | 36,659 |
9 | સોમનાથ મંદિર | 4,87,974 |
10 | અંબાજી મંદિર | 6,35,760 |
11 | પાવાગઢ મંદિર | 5,25,410 |
12 | દ્વારકા મંદિર | 6,18,460 |
13 | સાયન્સ સિટી – અમદાવાદ | 83,111 |
14 | અટલ બ્રિજ – અમદાવાદ | 1,81,692 |
15 | કાંકરિયા તળાવ – અમદાવાદ | 4,45,144 |
16 | વડનગર – ઐતિહાસિક નગર | 46,453 |
17 | ડાયનાસૌર પાર્ક – બાલાસિનોર | 7,678 |
18 | અમદાવાદ રેલ-મેટ્રો | 6,19,496 |
આ પણ વાંચોઃ જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમા શરૂ, જાણો કેમ એક દિવસ પહેલા ખુલ્યા ગેટ