નેશનલ

શીખ ગુરુ તેગ બહાદુરનું 400મું પ્રકાશ વર્ષ: PM મોદી આજે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કરશે સંબોધન, સિક્કો-ટપાલ ટિકિટ બહાર પાડશે

Text To Speech

શીખ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન મુઘલ યુગના સ્મારક પરથી સૂર્યાસ્ત પછી રાષ્ટ્રને સંબોધિત કરશે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. PMની સુરક્ષામાં 1000 કર્મચારીઓ અને અન્ય એજન્સીઓના જવાનો જોડાશે. લાલ કિલ્લા સંકુલમાં 100 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન આ પ્રસંગે ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) શૂટર્સ, SWAT કમાન્ડો વગેરે સામેલ છે.

વડાપ્રધાન લાલ કિલ્લાના કિલ્લાને બદલે લૉનમાંથી સંબોધન કરશે. સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કિલ્લાને સંબોધન સ્થળ તરીકે પસંદ કર્યો છે. કારણ કે, અહીં 1675માં મુઘલ શાસક ઔરંગઝેબે નવમા શીખ ગુરુ તેગ બહાદુરને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી રાત્રે 9.30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે અને તેમના ભાષણમાં વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચે સુમેળ પર ભાર મૂકવામાં આવશે.

પ્રકાશ પર્વ પર લાલ કિલ્લો પ્રથમ વખત ઝળહળ્યો
પ્રથમ વખત દિલ્હીનો લાલ કિલ્લો પ્રકાશ પર્વ પર ઝળહળી ઉઠ્યો છે. બુધવારે સાંજે અહીં હાજર દરેક વ્યક્તિ લેસર લાઇટ શો જોવા માટે આકર્ષિત થઈ રહ્યો હતો. લોકોએ શીખોના નવમા ગુરુ તેગ બહાદુર જીના પણ પ્રકાશ દ્વારા દર્શન કર્યા હતા. આ સાથે લાલ કિલ્લાની સુંદરતા વિવિધ રંગો દ્વારા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

મળતી માહિતી મુજબ, ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વને સમર્પિત બે દિવસીય કાર્યક્રમ બુધવારે સાંજે શરૂ થયો હતો. આ કાર્યક્રમમાં પહેલા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC) દ્વારા આયોજીત આ કાર્યક્રમ સાંજે 6 વાગ્યાથી શરૂ થયા બાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. સ્થળને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે અને ભવ્ય સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે.

Back to top button