ગાંધીનગર, 31 ઓગસ્ટ : રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી માટેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિન અનુદાનિત માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જુના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા આજે આ અંગેની જાહેરાત પોતાના ટ્વિટર મારફત કરી છે.
શું જાહેરાત કરવામાં આવી છે ?
માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય..
રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
માધ્યમિક વિભાગ માટે અંદાજિત ૨૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ… pic.twitter.com/ywkYUHz4fC
— Dr. Kuber Dindor (@kuberdindor) August 31, 2024
માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય..
રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
માધ્યમિક વિભાગ માટે અંદાજિત ૨૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત ૨૦૦૦ એમ કુલ મળી ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે.
ઉમેદવારોએ આગામી તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા. ૨૬/૦૯/૨૦૨૪ ના રોજ gserc.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.