ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા રોટરી ડીવાઈન ક્લબ દ્વારા મફત નિદાન કેમ્પમાં 40લોકોએ ભાગ લીધો

Text To Speech

પાલનપુર: રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા બુધવારેના રોજ ફ્રી “નિદાન કેમ્પ”નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાચનતંત્રના રોગો, ચામડીના રોગો,આંખ તથા કાનના રોગો, સંધિ રોગો, સ્ત્રી રોગો, પુરુષ સંબંધિત રોગો તથા અન્ય રોગોની સારવારની તપાસ કરવામાં આવી હતી.

રોટરી ક્લબ ડિવાઇન-humdekhengenews

જાણીતા આયુર્વેદિક ડૉ. શીખાબેન દેસાઈ દ્વારા આદર્શ હોસ્પિટલ ખાતે આ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો .

રોટરી ક્લબ ડિવાઇન-humdekhengenews

આ કાર્યક્રમમાં પ્રમુખ ડૉ. બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ, આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, ડૉ.અવનીબેન ઠક્કર, કાંતાબેન, અલ્પાબેન સહિત રોટરી ક્લબ ડિવાઈનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને સેવાકીય અભિગમમાં જોડાયા હતા .

આ પણ વાંચો :પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી, અમેરિકા, આફ્રિકા અને ભારતના કુલ 46 યુવકો લેશે દીક્ષા

Back to top button