તહેવારોમાં ઓનલાઈન ખરીદીમાં 40 % લોકો બન્યા છેતરપીંડીનો ભોગ ?


દેશમાં દિવાળીના તહેવારોમાં એમેઝોન તેમજ ફ્લિપકાર્ટ સહિતની ઈ – કોમર્સ કંપનીઓ દ્વારા પ્રોડક્ટની વેંચાણ માટે ઓનલાઈન ઓફર અને સેલ શરૂ કર્યો હતો. જેમાં લાખો લોકોએ કરોડો રૂપિયાની ખરીદી કરી હતી. આ ખરીદી દરમ્યાન કેટલાક લોકોને પોતે મંગાવેલી વસ્તુઓ કરતા અન્ય વસ્તુઓ આવી હોય અથવા ખરાબ વસ્તુઓ આવી હોય અથવા તેઓ કોઈપણ રીતે છેતરપીંડીનો ભોગ બન્યા હોય તેવું એક સર્વેમાં સામે આવ્યું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી.
કેવી રીતે થઈ શકે છે ઠગાઈ ?
ઓનલાઈન છેતરપીંડીનો બનનારા અનેક લોકો સાથે વાતચીત થકી એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ સામાન્ય લોકો સાથે ઠગાઈની વારદાત અનેક રીતે બની છે. કોઈ વ્યક્તિ ઓનલાઈન ખરીદી કરવા માટે ઈ – કોમર્સ કંપનીમાંથી જ્યારે ખરીદી કરવા બેઠા હોય ત્યારે તેને જે સ્કીમ આવે છે. તેમાંથી તે ઓર્ડર કરે છે પણ તેને તે વસ્તુઓ મળતી નથી. ક્યારેક ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે રૂપિયા કપાઈ જાય છે અને વસ્તુઓ પરત મળતી નથી. કોઈ વસ્તુઓનો જ્યારે ઓર્ડર આપવામાં આવ્યો હોય ત્યારે તે ઓનલાઈન બતાવતા અલગ હોય છે અને જ્યારે વસ્તુઓ આવે છે ત્યારે તે પ્રોડક્ટ કંઈક અલગ જ હોય છે.
પ્રોડકટનું રિપ્લેસમેન્ટ કે રિટર્ન પોલીસીમાં થાય છે ગફલત
જ્યારે કોઈ વસ્તુઓ મંગાવી લેવામાં આવે છે ત્યારે જો તે જોઈતી ન હોય તો તેને રિપ્લેસમેન્ટ અથવા રિટર્ન પ્રોડક્ટ પોલીસી અનુસાર તેને પરત મોકલવામાં આવે છે ત્યારે તે અનેક વખત છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. અમુક પ્રોડક્ટ રિપ્લેસમેન્ટ માટેની હોય તો તેને રિટર્ન પોલીસી તેમજ અમુક પ્રોડક્ટ રિટર્ન પોલીસી માટેની હોય તો તેને રિપ્લેસમેન્ટમાં મુકવામાં આવતી હોય છે.