ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કુવૈતના મંગફ શહેરમાં મકાનમાં ભીષણ આગ, 40 ભારતીયોના મૃત્યુ, 30 દાઝ્યા

  • મકાનમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી 

કુવૈત, 12 જૂન: કુવૈતના દક્ષિણી શહેર મંગફમાં આજે બુધવારે એક મકાનમાં આગ લાગતા ઓછામાં ઓછા 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે, તેમ કુવૈતના મીડિયા અહેવાલોમાં જણાવ્યું હતું. પછીથી મળતા અહેવાલો અનુસાર, આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનાર તમામ ભારતીયો છે. આગમાં બીજા 30 ભારતીયો દાઝ્યા છે જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે કે, મકાનમાં મલયાલમ લોકોની મોટી વસ્તી રહે છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે. આ મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

 

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલ લોકોને, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે નજીકની ઘણી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, તબીબી ટીમો મકાનમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

 

ગભરાટનો માહોલ ફેલાઈ ગયો

અહેવાલો અનુસાર, બુધવારે સવારે 4.30 વાગ્યે લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી. કેટલાક લોકો આગ જોઈને એપાર્ટમેન્ટમાંથી બહાર કૂદીને મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય લોકો બળી અને ધુમાડાને કારણે ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શોક વ્યક્ત કર્યો

 

એસ. જયશંકરે આ ઘટના અંગે કહ્યું કે, “કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. અહેવાલ છે કે 40 થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 30 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમારા રાજદૂતો શિબિરમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના છે. હું ઘાયલોની ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થતાની કામના કરું છું. અમારું દૂતાવાસ આ સંબંધમાં તમામ સંબંધિતોને સંપૂર્ણ સહાય પૂરી પાડશે.”

આ પણ જુઓ: ‘મારા માટે બાળકો પેદા કર…’ ઈલોન મસ્ક ઉપર મહિલા કર્મચારીએ કર્યા ગંભીર આક્ષેપ

Back to top button