4 હજાર સ્વયંસેવિકા મહિલાઓ પ્રેમવતી શતાબ્દી મહોત્સવમાં આપી રહી છે સેવા, ઉત્તમ સેવાનો મહોત્સવ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 4000 જેટલી મહિલા સ્વયંસેવિકાઓ પ્રેમવતી ઉપહારમાં સેવા આપી રહી છે. જે રીતે દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓ આગળ છે તે જ રીતે BAPS સંસ્થામાં પણ મહિલાઓ આગળ છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પુરુષ સ્વયંસેવકોની સાથે સાથે મહિલા સ્વયંસેવિકાઓ પણ ઉત્સાહથી સેવા કાર્યોમાં કાર્યરત છે. ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાની મહિલાઓ દ્વારા દર મહિને પ્રેમવતી નામનું મેગેઝીન પ્રકાશિત કરવામાં આવે છે. તેમજ યુવતીઓ માટે રાંદેસણ ખાતે યુવતી તાલીમ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી છે.
બાંધકામથી લઈને ફૂલ-છોડ રોપવાની સેવા
વિવિધ અધિવેશનો, સંમેલનો, શિબિરો, મહોત્સવ દ્વારા મહિલાઓની સર્વાંગી પ્રતિભાને ઉજાગર કરવામાં આવે છે. બાંધકામ, ડેકોરેશનથી લઈને ગ્લો ગાર્ડનમાં મૂકવામાં આવેલ વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરવાની હોય કે નર્સરીમાં વિવિધ ફૂલ-છોડની માવજત કરવાની, બગીચામાં ફૂલ-છોડ રોપવા વગેરેમાં મહિલાઓનો ફાળો અનન્ય છે. આ સાથે નગરની બનાવવાથી લઈને આજે મહોત્સવમાં સલામતી વ્યવસ્થા, પ્રેમવતી અને બુકસ્ટૉલનું સંચાલન વગેરે જેવા લગભગ તમામ વિભાગોમાં મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ ગુરુ ઋણ અદા કરવા માટે તત્પર બન્યા છે.
BAPS સંસ્થામાં પણ મહિલાઓ આગળ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્ત્રી સશક્તિકરણ માટે અમદાવાદના DCP ઝોન-1 ના ડો. લવિના વરેશ સિંહાએ જણાવે છે કે, હવે આપણે જોઈએ છીએ કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. ત્યારે BAPS સંસ્થામાં પણ મહિલાઓ આગળ જોવા મળી રહી છે. ઈંટો ઊંચકવી, બ્લોક બેસાડવાથી માંડીને બાંધકામ વિભાગની સેવા, તેમજ ગ્લો ગાર્ડન વગેરેમાં પણ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લે છે.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ‘ગ્લો ગાર્ડન’, જાણો શું છે આની ખાસિયત…..
હવે પહેલા જેવું નથી કે માત્ર પુરુષોને જ માન આપવામાં આવે છે. પરંતુ હવે મહિલાઓને પણ માન આપવામાં આવે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે કે જ્યારે આની શુભ શરુઆત આપણે આપણા ઘરથી શરૂ કરીએ, સંસ્થાથી શરૂ કરીએ તો આગળ જઈને વર્કપ્લેસ ઉપર કે સોસાયટીમાં પણ એ મહિલા અને પુરુષ સાથે રહેશે ત્યારે તેમને સમાન દરજ્જો, માન અને સમાન તક મળશે.
સ્વામિનારાયણએ દુનિયા બદલી અને હૃદય બદલ્યા
સોશિયલ એન્ટરપ્રિઅર & મોટિવેશનલ સ્પીકર રુઝાન ખંભટ્ટાએ જણાવે છે કે ,મને સૌથી આકર્ષક કામ જો સંસ્થામાં લાગે છે. અહી મહિલાઓ ઘણુ કામ કર્યું છે. સ્વામિનારાયણજીની સોચ છે કે સોચ બદલો, દુનિયા બદલો એટલે એમણે દુનિયા બદલી અને હૃદય બદલ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધુ એ ગમ્યું કે એમણે આજની વાત નહીં. પરંતુ વર્ષો પહેલા જ્યારથી સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી બહેનોને સમાનતા આપવાની વાત કરવામાં આવી હતી.
અહીં આવી મારી જાતને ભૂલી ગઈ
આકાંક્ષા IVF હોસ્પિટલ, આણંદના મેડિકલ ડિરેક્ટર એવા ડો. નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, સ્ત્રીઓને જે સમકક્ષ્તા પુરુષ સાથે આપી છે જે માન આપ્યું છે, તે આ સંપ્રદાયની સજોડે કોઈપણ ના આવી શકે. કોઈપણ જગ્યાએ સ્ત્રીઓની અવગણના કરવામાં આવી નથી. હું આજે મારી જાતને ધન્ય સમજુ છું કે આ મહિલા સંમેલનમાં મને બોલવાની તક આપવામા આવી. અહી આવી હું ભૂલી ગઈ છું કે હું ડોક્ટર છું.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ: પ્રકૃતિ થકી જીવનના ઉપદેશ આપતું ‘પ્રમુખ જ્યોતિ ઉદ્યાન’ !
આ મારું શરીર છે. પરંતુ અહીં આવી મને એવું લાગે છે કે સ્વર્ગની નગરી પણ આવી જ હશે કે જ્યાં આપણે ખુશીથી ફરીશું. કોઈપણ જગ્યાએ ગુસ્સો નહીં, મોટેથી બોલવાનું કે કશું જ નહીં એ જ સાચું સ્ત્રીનું સશક્તિકરણ છે. આજ આપણા દેશની દરેક સ્ત્રીને આગળ લાવશે. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય આ જે કરે છે એ સલામીને પાત્ર છે.ો