ગુજરાતટ્રેન્ડિંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં 3 અકસ્માતમાં એક મહિલા સહિત 4 લોકોના મૃત્યુ

Text To Speech
  • બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો
  • બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા
  • આઇસર સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં 3 અકસ્માતમાં એક મહિલા સહિત 4 લોકોના મૃત્યુ થયા છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામ પાસે આવેલ પંપ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલા બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અલગ-અલગ બાઈક પર સવાર બંને યુવા ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.

અકસ્માતનો અન્ય બનાવ સાયલાના બાયપાસ પાસે નોંધાયો

અકસ્માતનો અન્ય બનાવ સાયલાના બાયપાસ પાસે નોંધાયો છે. સાયલાના બાયપાસ પાસે પાર્કિંગ કરેલા ટ્રક સાથે ટ્રક અથડાતા કરસનભાઈ રામજીભાઈ સાગરકાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ સાયલાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી ઇજાગ્રસ્તને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ઇજાગ્રસ્તની હાલત વધુ ગંભીર હોય ત્યાંથી તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં સારવાર કારગર નિવડે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું.

આઇસર સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો

ગોસળના બોર્ડ પાસે રાત્રી દરમિયાન બન્યો હતો. જેમાં આઇસર સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા જયશ્રીબેન મનહરભાઈ પાલાનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર દિનેશભાઈ ધનજીભાઈ પોલરાને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદ: કાંકરિયામાં ફરી અટલ એક્સપ્રેસ શરૂ થઈ, જાણો ટિકિટની કિંમત 

Back to top button