

મહારાષ્ટ્રના અમરાવતીમાં રવિવારે (30 ઓક્ટોબર)ના રોજ એક દર્દનાક અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટના અમરાવતીના પ્રભાત ટોકીઝ સિનેમા વિસ્તારમાં બની હતી જ્યાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. અકસ્માત બાદ ત્રણથી ચાર લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતા જ પાલિકા પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મહારાષ્ટ્રમાં ઈમારત ધરાશય
યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમારત ઘણા વર્ષો જૂની હતી. આ ઈમારતનું નામ રાજદીપ બાગ હાઉસ છે. બિલ્ડિંગનો કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં બે લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

4 લોકો ના મોત
એક દુકાનદાર અને સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે આજે જે ઈમારત પડી તે 80 વર્ષ જૂની છે. ત્યારે આ અકસ્માતમાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયા હતા, જેમાંથી 4 લોકો ના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. બિલ્ડીંગમાં રહેતા તમામ લોકોને ઈમારત ખાલી કરવાની સલાહ આપવામાં આવી હતી કારણ કે ઈમારત ધરાશાયી થવાનો ભય છે, પરંતુ લોકોએ તેની વાત સાંભળી ન હતી.