યુપીની ફેક્ટરીમાં આગ લાગવાથી પ્રચંડ વિસ્ફોટ, 4નાં મૃત્યુ
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક સાબુની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. તેમજ 10 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. ઈમારત ધરાશાયી થતાં જ કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા અને 8 મજૂરોનું રેસ્ક્યૂ કર્યું હતું. અત્યારે ઘાયલ લોકોને સારવાર માટે મેરઠ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
#WATCH उत्तर प्रदेश: मेरठ के लोहिया नगर में एक घर में विस्फोट होने से 5 लोग घायल हो गए। pic.twitter.com/ZHD72zT7SX
— ANI_HindiNews (@AHindinews) October 17, 2023
આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ
પ્રાપ્ત માહિતી અનુસાર, લોહિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાબુ બનાવવાની ફેક્ટરીમાં સાંજે લગભગ 7.15 વાગ્યે વિસ્ફોટ થયો હતો. સાબુની ફેક્ટરીમાં આગ લાગવાથી જાનમાલનું નુકસાન થયું છે. મેરઠના ડીએમએ જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો હવે ખતરાની બહાર છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે આ બ્લાસ્ટ કોઈ મશીન અથવા તેમાં વપરાતા કેમિકલને કારણે થયો છે. પરંતુ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, અમે તેની તપાસ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, અહીં કોઈ એવી વ્યક્તિ હાજર નથી કે, મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી શકે.
#UPCM @myogiadityanath ने जनपद मेरठ में हुए हादसे में जनहानि पर गहरा शोक व्यक्त किया है। उन्होंने शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
मुख्यमंत्री जी ने संबंधित जिला प्रशासन के अधिकारियों को मौके पर पहुंचकर राहत कार्य में तेजी लाने एवं घायलों को तत्काल अस्पताल…
— CM Office, GoUP (@CMOfficeUP) October 17, 2023
મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
મેરઠના લોહિયા નગરમાં બનેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી.
આ પણ વાંચો: લદ્દાખના કારગિલમાં અકસ્માત, ભંગારની દુકાનમાં વિસ્ફોટ થતા 3ના મોત